United States
અમેરિકા (United States) માં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના બે લાખ કેસ નવા આવ્યા. અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા બે લાખ નવા કેસ સાથે દસ કરોડના આંકને વટાવી ગઇ છે. કોરોના સંક્રમણનો કુલ આંકડો 10 કરોડ 55 લાખ, 9,184નો થઇ ગયો હતો.
વર્લ્ડો મીટર વેબસાઇટના એક રિપોર્ટ મુજબ કોરોનાના પગલે અમેરિકામાં અત્યાર સુધીમાં બે લાખ 45 હજાર 799 લોકોનાં મરણ થયાં છે. ઉપરાંત અત્યાર સુધીમાં 66 લાખ 1.331 લોકો સાજા થયા છે. જયારે અત્યારે અમેરિકામાં 37 લાખ 12 હજાર 54 વ્યક્તિની સારવાર ચાલી રહી છે.
આ પણ જુઓ : Online News Portal અને Web Content પર મોદી સરકારનો મોટો નિર્ણય
નિષ્ણાતો માને છે કે અમેરિકામાં કોરોનાની બીજી લહેરને વધુ ઘાતક અને વધુ લોકો કોરોનાગ્રસ્ત થઇને જાન ગુમાવશે. જો બાઇડન સત્તાનાં સૂત્રો ગ્રહણ કરે ત્યાં સુધીમાં આ મુદ્દે ઘણું મોડું થઇ ગયું હશે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ અમેરિકામાં વધી રહેલા કોરોનાના કેસ અને કોરોનાની બીજી લહેરના મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.