પુલવામામાં અથડામણમાં બે આતંકવાદી ઠાર, એક જવાન ઇજાગ્રસ્ત

પોસ્ટ કેવી લાગી?

Pulwama

આજે સવારે જમ્મુ કશ્મીરના પુલવામા (Pulwama) વિસ્તારમાં આતંકવાદીઓ અને સિક્યોરિટી વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં ભારતીય લશ્કરનો એક જવાન પણ ઇજા પામ્યો હતો. આ જવાનને આતંકવાદીની ગોળી પગમાં વાગી હતી. સિક્યોરિટીએ બંને આતંકવાદીઓને ઠાર કર્યા હતા. બંને કયા જૂથના હતા અને કોણ હતા એની તપાસ સિક્યોરિટીએ ચાલુ કરી હતી.. 

સાઉથ કશ્મીરના અવંતિપુરા વિસ્તારના સમ્બુરામાં આતંકવાદી છૂપાયા હોવાની બાતમી મળતાં સિક્યોરિટીએ આ વિસ્તારને ઘેરી લઇને તપાસ શરૂ કરી હતી. એ દરમિયાન આતંકવાદીઓએ સિક્યોરિટી પર ગોળીબાર કર્યો હતો. સિક્યોરિટીએ વળતો ગોળીબાર શરૂ કર્યો હતો. આ અથડામણમાં બંને આતંકવાદી ઠાર થયા હતા.

આ પણ જુઓ : આ રાજ્યમાં ખુલ્લી બીડી અને સિગારેટ વેચવા પર પ્રતિબંધ મુકાયો

સિક્યોરિટીના એક પ્રવક્તાએ કહ્યું હતું કે આતંકવાદીઓ શૌચાલયોની નીચે બંકર બનાવીને એમાં આ લોકો છૂપાઇને રહેતા હતા. સિક્યોરિટી દળો માનતા હતા કે આતંકવાદીઓ સામે વધેલી તેમની ભીંસ અને વધુ આતંકવાદીઓ ઠાર થવા માંડ્યા એ પછી આતંકવાદી જૂથો સંતાવાના નવા નવા સ્થળો શોધી રહ્યા હતા.

જમ્મુ કશ્મીરના પોલીસ વડા દિલબાગ સિંઘે કહ્યું કે જમ્મુ કશ્મીરમાં એવા એક કરતાં વધુ દાખલા મળ્યા જ્યારે આતંકવાદીઓ શૌચાલયોની નીચે કે સેપ્ટિક ટેંકમાં છૂપાયેલા મળી આવે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures