Rajkot
રાજકોટ (Rajkot) ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલ માં સર્જાયેલા અગ્નિકાંડ મામલે રાજકોટ તાલુકા પોલીસે રવિવારે ત્રણ નામાંકિત તબીબોની ધરપકડ કરી હતી. ત્યારબાદ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તમામ આરોપીઓને જામીન પર મુક્ત કર્યાં હતા.
ત્યારે હવે આ કેસમાં પોલીસે આજે સવારે 9:45 વાગ્યાની આસપાસ વધુ બે આરોપીઓ ડૉ. તેજસ મોતિવારસ તેમજ ડૉ. દિગ્વિજયસિંહ જાડેજાની ધરપકડ કરી છે. હવે આ બંને આરોપીઓને રિમાન્ડની માંગણી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અત્યાર સુધી રાજકોટ સર્જાયેલ અગ્નિકાંડ મામલે પોલીસે કુલ પાંચ ડૉક્ટરની ધરપકડ કરી છે.
આ પણ જુઓ : રીક્ષા ચાલકે વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક છેડતી કરતા ફરિયાદ
પોલીસે આ અગ્નિકાંડ મામલે પાંચ આરોપીઓ વિરુદ્ધ કલમ 304(અ) અને કલમ 114 હેઠળ ગુનો નોંધ્યો છે, તે અંતર્ગત સજાની જોગવાઈ માત્ર બે જ વર્ષની છે. આ કલમો જામીનપાત્ર છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.