રાજકોટમાં એક દિવસમાં બે હત્યા… કોઠારીયામાં અજાણ્યા યુવાનની હત્યા કરી સળગાવેલી લાશ મળી… તો ગાંધીગ્રામ વિસ્તારમાં રાત્રે 18 વર્ષના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા… બે-બે હત્યાથી સમગ્ર શહેરમાં ચકચાર…

ગુજરાત આમ તો સારા અને શાંત રાજ્યની છબી ધરાવતું રાજ્ય છે. ગુજરાતની શાંતી અને સલામતી દેશભરમાં વખણાય છે અને તેનો હવાલો પણ દેવામાં આવે છે. પરંતુ જે લોકો ગુજરાતમાં રહે છે અને મૂળ ગુજરાતનાં છે તેમને પૂછવામાં આવે તો તે કહેશે કે શાંતી અને સલામતી નામની છે. ગુજરાતમાં અમે ક્યારેય આ પ્રમાણ અને પ્રકારનાં ગુનાહ અને ક્યારેય જોયા નથી. હાલનાં સમયમાં ગુનાહ ખોરી ખુબ વધી ગઇ છે અને જે ખુબ નહીવત પ્રમાણમાં અથવા તો ક્યારેય ન જોવામાં આવતું. હાલનાં સમયમાં ગુજરાત અને ખાસ કરીને શહેરી ગુજરાતનાં યુવાનો ગુનાહનાં માર્ગે દેખાય છે તે ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો – #Changes/ પોસ્ટ ઓફિસનો નવો કાયદોલાગુ, ટ્રાન્ઝેક્શન કરતાં પહેલા જાણો શું થયા ફેરફાર

 ઉપરોક્ત કહેણ પણ મહદઅંશે સાચું છે કારણ કે હાલનાં સમયમાં જે કોઇ ગુનાહખોરીનાં કિસ્સા સામે આવે છે તેમા યુવાનોનું ઇન્વોલમેન્ટ ખાસા પ્રમાણમાં નોંધવામાં આવી રહ્યું છે. અહીં મહત્વની બીજી વાત એ પણ ધ્યાન ખેચે છે કે, યુવાનો દ્વારા અચરવામાં આવતા ગુનાહ સામાન્ય ગુનાહ નહીં, પરંતુ ડ્રગ્સ, હથિયાર, લૂંટ કે ખૂન જેવા ગંભિર પ્રકારનાં ગુનાહ હોય છે. આવી જ એક સાથે એક દિવસમાં બે ઘટના રંગીલા રાજકોટમાં સામે આવી છે.

આ પણ વાંચો  – આતંકી હુમલા સામે ‘એરસ્ટ્રાઇક’ તો મૌન સામે ‘શ્રધ્ધાંજલી સભા’; ભારત હવે બદલાઇ ચૂક્યું છે

સામે આવેલી ઘટનાની વિગતો જોવામાં આવે તો રાજકોટનાં કોઠારીયા રોડ પાસે આવેલી સ્વાતી સોસાયટીના કાચા રસ્તા પરથી એક અજાણ્યા યુવાનની હત્યા કરી સળગાવી દેવામાં આવેલી લાશ મળી આવી છે.  વિસ્તારનાં રખેવાળ એવા આજીડેમ પોલીસ દ્વારા ઘટનાની  તપાસ કરવામાં આવી રહી છે. સાથે સાથે રાજકોટનાં કુખ્યાત ગાંધીગ્રામ વિસ્તારમાં રાત્રીનાં સમયે અર્જુન પ્રફુલભાઈ વ્યાસ નામના ફક્ત 18 જ વર્ષના યુવાનની કૃણાલ નામનાં યુવાન દ્વારા છરીનાં ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવતા નાઇટ લાઇફ માટે પ્રખ્યાત રંગીલા રાજકોટમાં સોંપો પડી ગયો હતો.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024