પાટણ જિલ્લાના સમી ખાતે ડોકટર પિતા – પુત્ર સારવાર કરાવવા આવેલી મહિલા દર્દીઓ સાથે દુષ્કર્મનો વીડિયો વાઇરલ થતા આખા પંથકમાં તેમની પર ઘ્રુણા વરસાવી રહ્યાં છે. ડોકટર મહેન્દ્ર એમ. મોદી અને તેના પુત્ર કિશન વિરુદ્ધ ભારે જન આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ડોક્ટરનું સમી ઉપરાંત મહેસાણામાં પણ ક્લીનીક ચલાવે છે. ત્યાં સોમથી શુક્રવાર સુધી સતત પાંચ દિવસ અને શનિ, રવિવાર એમ બે દિવસ સમીના દવાખાને હાજર રહેતો હતો.

મહેસાણાનાં પાંચોટ બાયપાસ પર આવેલા ડીમાર્ટની પાસે આવેલા શીવગંગા-2 સોસાયટીમાં અઢી વર્ષથી પોતાના મકાનમાં રહે છે. આ સોસાયટી પાસે આવેલા આઇકોન આર્કેડમાં પહેલા માળે બે દુકાનો ભેગી કરીને દવાખાનું ચલાવે છે.

  • 40 વર્ષથી મહેન્દ્ર મોદી બીએએમએસની ડિગ્રી ધરાવતો છતાં તમામ પ્રકારની સારવાર કરતો
  • મોટેભાગે કિશન મોદી દવાખાનું ચલાવતો અને મહેન્દ્ર મોદી શનિ- રવિ સમી આવતો

આયુર્વેદિક ડોક્ટર પિતા અને તેનો કોઇ પણ ડિગ્રી વગરનો પુત્ર, બંનેના દ્વારા તેમના ખાનગી દવાખાને સારવાર માટે આવતી અનેક મહિલાઓ સાથે અશ્લીલ કૃત્ય કરતા વીડિયો વાઇરલ થયા છે. ડોકટર મહેન્દ્ર એમ. મોદી (બી.એસ.એ.એમ.) માત્ર શનિવાર અને રવિવાર બે દિવસ જ દવાખાને આવતો હતો. બાકીના દિવસોમાં તેનો ડિગ્રી વગરનો પુત્ર મહિલાઓને હવસનો શિકાર બનાવતો હતો. આ વાતની જાણ થતા ગત શનિવારે સમી ખાતે આવતાની સાથે જ ગામ લોકો દ્વારા તેને અને તેના પુત્ર કિશનને માર મારી ટકો કરી અને મોં કાળો કરીને બજારમાં ફેરવ્યો હતો. ટોળાએ બરોબરનો માર માર્યો હતો, ત્યાર બાદ બજારમાં તેનો વરઘોડો કાઢી અને મોં પર ઓઈલ લગાવી માર માર્યો હતો.

સમી પોલીસને જાણ થતા સમી પોલીસ બજારમાં આવી નરાધમ ડોક્ટર અને તેના પુત્ર કિશન મોદીને સમી પોલીસ મથકે લઈ ગયા હતા. તબીબ વિરુદ્ધ આક્રોશ વ્યકત કર્યો હતો. તબીબે મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યું તે વીડિયો કોણે ઉતાર્યો તે અંગે ત્રણ મહિના પહેલા છૂટો થયેલો કંપાઉન્ડર શંકાના ઘેરામાં છે. ગર્ભ રહી ગયેલી મહિલાઓને તગડી ફી લઈ ગર્ભ પડી જાય તેવી દવા આપી રૂપિયા લેવામાં માહિર હતો. આયુર્વેદિક તબીબ મોદી અને તેના પુત્ર સામે જે કલમ તળે પોલીસે ગુનો નોંધ્યો છે તેમાં બંનેને આજીવન કેદ સુધીની સજા થઈ શકે.

શોભા ભૂતડા, એસપી પાટણ

પ્રશ્ન : મહિલા આયોગે તપાસ રિપોર્ટ માંગ્યો હોવાના મેસેજ છે?
પોલીસ અધિક્ષક : આવી કોઇ સુચના મળી નથી.

પ્રશ્ન : આ વીડિયો મોબાઇલના છે કે સીસીટીવીના?

પોલીસ અધિક્ષક : ક્લિનિકના સીસીટીવીના લાગે છે. પણ તેમાં તપાસ કરાયા પછી જ સ્પષ્ટ કહી શકાશે. બે મહિલા સાથેના વીડિયો મુજબ ફરિયાદ દાખલ કરાઇ છે.

પ્રશ્ન : 60 થી 100 જેટલી મહિલા સાથે હરકતોની વાતેમાં તથ્ય ખરું?

પોલીસ અધિક્ષક : ના. હાલ તો બધી વાતો જ છે. પણ અમે મહિલાઓને અપીલ કરી છે એટલે બીજા કિસ્સા હશે તે સામે આવશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024