મહેસાણા જિલ્લા ના ઊંઝા વિસ્તાર માં રોકડીયા ગણાતા મસાલા પાક નું વાવેતર ઘટવા લાગ્યું છે ત્યારે ઊંઝા ખેતીવાડી ઉત્ત્પન્ન બજાર સમિતિએ ઊંઝા તાલુકામાં જીરું,વરિયાળી અને ઇસબગુલ જેવા લુપ્ત થતા પાકોને પ્રોત્સાહન યોજના શરૂ કરવામાં આવી છે.
આથી ઊંઝા ખેતીવાડી ઉત્ત્પન્ન બજાર સમિતિ ટાઉનહોલ ખાતે પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં પાકસહાય ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. ઊંઝા તાલુકા વિસ્તાર ના ખેડૂતો ને ૧ એકર ની મર્યાદા માં ૪૮૦૦ રૂપિયા પાક સહાય આપવાની શરૂઆત કરાઇ છે જેમાં ઊંઝા તાલુકા ના ૩૩ ગામોના રર૮૯ ખેડૂત લાભાર્થીઓને રૂપિયા ૮૬.૯૭ લાખના પાક સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.
ચેક વિતરણ પ્રસંગે વરસાદી પાણી બચાવો, ખેતીને પ્રોત્સાહન,દીકરી બચાવો નહીં તો દીકરી ઘટશે તો સલામતી માટે દિવસે ઘર ને તાળાં મારવા પડશે સહિત ની બાબતો અંગે પ્રદેશ પ્રમુખ એ વિશેષ ટકોર કરી હતી.