USA

USA

અમેરિકા (USA)ના વિસ્કોનસિનના કેનોશા શહેરમાં પોલીસે એક અશ્વેત વ્યક્તિની પીઠમાં ગોળીઓ મારતાં શહેરમાં તોફનો ફાટી નીકળ્યા હતા અને ગુસ્સે ભરાયેલા લોકોએ અનેક વાહનોને આગ લગાડી દીધી હતી. તોફાનને ઠંડુ પાડવા પોલીસે ટીયરગેસના સેલ છોડયા હતા. રવિવારે સાંજે આ ઘટના બની હતી જેને સેલફોનમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી. લોકોએ પોલીસ પર પથ્થરો અને અન્ય સાધનો ફેંક્યા હતા.

અમેરિકા (USA)ના વિસ્કોનસિનના કેનોશા શહેરમાં ઘરેલુ ઝગડાનો ફોન આવતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસે એક અશ્વેત વ્યક્તિની પીઠમાં ગોળીઓ મારી હતી. રસ્તામાં શુટ કરાયેલા દ્રશ્યમાં જેકોબ બ્લેક તરીકે ઓળખાયેલા આ અશ્વેત વ્યક્તિ પોતાની એસયુવી કારના આગળના ભાગમાંથી ડ્રાઇવર સાઇડ તરફ પસાર થઇ રહ્યો હતો. એ વખતે પોલીસ અધિકારીઓ તેનો પીછો કરીને તેને શર્ટ પકડી ખેંચ્યો હતો અને એની પર ગોળીઓ છોડે છે. તેને સાત ગોળીઓ મારવામાં આવી હતી.

આ પણ જુઓ : Covishield vaccine નું બીજા સ્ટેજનું ટેસ્ટિંગ આજથી શરૂ, જાણો વિગત

ગોળીબાર વખતે એક અશ્વેત મહિલા ચીસો પાડતી સંભળાઇ હતી. અશ્વેત વ્યક્તિને હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં તેની તબીયત ગંભીર હોવાનું કહેવામાં આવ્યું હતું. આ ગોળીબારની ઘટનાથી શહેરમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. આ ઘટનાથી લોકોની ભીડે પાર્ક કરેલા અનેક વાહનોને આગ લગાડી દીધી હતી.

આ પણ જુઓ : Unlock 4.0 દરમિયાન સ્કૂલ, કોલેજ માટે જાહેર થઇ શકે છે આ નવી ગાઇડલાઇન

ગોળીબાર કરનાર ત્રણ પોલીસ અધિકારીઓને પ્રથા મુજબ વહીવટી રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા.પોલીસે રાત્રે જ કર્ફ્યુ લાદી દીધો હતો. ગવર્નર ટોની ઇવર્સે ઘટનાને વખોડી કાઢી હતી.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024