• અત્યારે દેશભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ઉત્તરપ્રદેશના આગ્રામાં પ્રવાસીઓની તાપસ શરૂ થઈ છે. તાજમહેલમાં આવતા પ્રવાસીઓની થર્મલ ગનથી તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ બાદ જ એન્ટ્રી આપવામાં આવી રહી છે.
  • ભારતમાં હવે ઝડપથી કોરોનાના શંકાસ્પદ કેસો સામે આવી રહ્યા છે અને આ કારણસર તાજમહેલમાં આવતા કોઈપણ પ્રવાસીની હવે થર્મલ ગનથી તપાસ કરવામાં આવી રહી છે. 
  • આ પહેલા દેશના તમામ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકો અને બંદરો પર થર્મલ ઈમેજીનરી ઉપકરણોથી પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટ અને બંદરો ઉપર નિષ્ણાતોની એક ટીમ થર્મલ ગનમાંથી આવનાર અને જનારનું સ્ક્રિનિંગ કરી રહી છે. 
  • નિષ્ણાતોના જણાવ્યા મુજબ કોરોના વાઇરસ અથવા અન્ય કોઈ સમાન રોગથી પીડિત વ્યક્તિને  થર્મોમીટર ગનથી સ્ક્રિનિંગ દ્વારા ઓળખી શકાય છે. થર્મલ સ્ક્રિનિંગ દરમિયાન તંદુરસ્ત વ્યક્તિ અને કોઈપણ પ્રકારના વાયરસથી પીડિત વ્યક્તિ વચ્ચે સ્પષ્ટ તફાવત જોવા મળે છે.
  • માથાની નજીક  થર્મલ ગન મૂકીને તાપમાન માપવામાં આવે છે જે તંદુરસ્ત વ્યક્તિ અને શંકાસ્પદ દર્દી વચ્ચે તાપમાનનો તફાવત બતાવે છે.
  • આ સ્કેનર વ્યક્તિના શરીરના તાપમાનના આધારે શંકાસ્પદ દર્દીને જુદો પાડે છે. નિષ્ણાતોના મતે કોરોના પીડિત વ્યક્તિનું સામાન્ય તંદુરસ્ત વ્યક્તિ કરતા શરીરનું તાપમાન વધારે હોય છે. આ ઉપકરણથી પુષ્ટિ થયા પછી શંકાસ્પદ દર્દીને તબીબી તપાસ માટે મોકલવામાં આવે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024