Uttar Pradesh
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના હાથરસ શહેરમાં ગેંગરેપ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરી હતી. તેમણે ગેંગરેપનો ભોગ બનેલી યુવતી અંગે પણ બે શબ્દો યોગીને કહ્યા હતા. તેમણે યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશમાં વધી રહેલા અપરાધો અંગે સજાગ રહેવાની સલાહ આપી હોવાનું કહેવાય છે.
આ પણ જુઓ : હાથરસમાં પોલીસે મધરાતે પરિવારની ગેરહાજરીમાં પીડિતાના અંતિમ સંસ્કાર કરી નાખ્યા
આ કેસની તપાસ કરવા માટે યોગી આદિત્યનાથે રાજ્ય.પોલીસની એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ (SIT) ની રચના કરવાની જાહેરાત કરી હતી. ત્રણ સભ્યોની આ ટીમની આગેવાની રાજ્યના ગૃહ સચિવ ભગવાન સ્વરૂપને સોંપવામાં આવી હતી. યોગી આદિત્યનાથએ આ ટીમને સાત દિવસમાં તપાસ પૂરી કરીને પોતાને રિપોર્ટ આપવાની તાકીદ કરી હતી.
આ પણ જુઓ : ICMR ની ચેતવણી: કેટ ક્યુ નામનો બીજો ચીની વાયરસ ભારતમાં આતંક મચાવશે
આ કેસમાં અત્યાર સુધીમાં ચારે ચાર ઠાકુર યુવાનની ધરપકડ કરી લેવાઇ હતી. તરત દિલ્હીમાં વિરોધી દેખાવો શરૂ થઇ ગયા હતા અને મરનાર યુવતીને હાથરસની નિર્ભયા તરીકે વર્ણવવામાં આવી હતી. આજે સવારે વડા પ્રધાને પોતે યોગી આદિત્યનાથ સાથે આ કેસ અંગે ફોન પર ચર્ચા કરી હતી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.