E-auction
સહાયક વાહનવ્યવહાર કચેરી ખાતે ઇ-ઓકશન (E-auction) દ્વારા વાહનમાલિકો પસંદગીના નંબર મેળવી શકશે. ટુ-વ્હિલરના નંબર માટેની નવી સિરીઝ GJ.24.AL.0001 થી GJ.24.AL.9999 અને ફોર-વ્હિલરના નંબર માટેની નવી સિરીઝ GJ.24.AM.0001 થી GJ.24.AM.9999 માટે ઈ-ઑક્શન આયોજન
સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, પાટણ દ્વારા વાહનચાલકોની સગવડ અર્થે પસંદગીના નંબરોની ફાળવણી માટે ઑનલાઈન ઈ-ઑક્શન (E-auction) શરૂ કરવામાં આવેલ છે. જેમાં ભાગ લેવા ઈચ્છુક વાહનમાલિકોએ તા. ૧૭ સપ્ટેમ્બર પહેલા ઑનલાઈન એપ્લિકેશન કરી નિયત રકમ ચૂકવવાની રહેશે.
આગામી સમયમાં ટુ-વ્હિલરના નંબર માટેની નવી સિરીઝ GJ.24.AL.0001 થી GJ.24.AL.9999 અને ફોર-વ્હિલરના નંબર માટેની નવી સિરીઝ GJ.24.AM.0001 થી GJ.24.AM.9999 ઈ-ઑક્શન માટે શરૂ કરવામાં આવનાર છે. આ ઈ-ઑક્શન (E-auction) માં ભાગ લઈ પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનનું રજીસ્ટ્રેશન http://parivahan.gov.in/fancy પર તા.૧૧ થી ૧૭ સપ્ટેમ્બર,૨૦૨૦ સુધીમાં ઑનલાઈન રજીસ્ટ્રેશન કરાવી બેઈઝ રકમનું પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તા.૧૮ સપ્ટેમ્બર,૨૦૨૦ અને તા. ૨૦ સપ્ટેમ્બર,૨૦૨૦ ના રોજ ઈ-ઑક્શનનું બિડિંગ યોજાશે તથા તેના ફોર્મ તા.૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ એ.આર.ટી.ઓ. કચેરી, પાટણ ખાતે જમા કરાવવાના રહેશે.
ફેન્સી નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ http://parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈ વાહન ખરીદીના સાત દિવસમાં અચુક સી.એન.એ. ફોર્મ ભરી દેવાનું રહેશે. સી.એન.એ. ફોર્મ ભરેલ હોય તેવા જ અરજદારો વાહનના સેલ લેટરમાં દર્શાવેલ વેચાણ તારીખથી ૬૦ દિવસની અંદર હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. નિયત સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.