Delhi University
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિદે દિલ્હી યુનિવર્સિટી (Delhi University)ના ઉપકુલપતિ યોગેશ ત્યાગીને બુધવારે પદભ્રષ્ટ કર્યા હતા. યોગેશ ત્યાગીના વહીવટની તપાસ કરવાનો આદેશ પણ અપાયો હતો. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર સ્થપાયા પછી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 11 ઉપકુલપતિને તેમના હોદ્દાની મુદત પૂરી થયા પહેલાં હટાવવામાં આવ્યા હતા.
કુલ અગિયારમાંના છ ઉપકુલપતિ એવા હતા જેમની નિયુક્તિ ખુદ મોદી સરકારે કરી હતી. અત્યાર સુધીમાં અગિયાર ઉપકુલપતિને કાં તો બરતરફ કરાયા હતા અથવા તેમને રાજીનામું આપવાની ફરજ પડાઇ હતી. કેટલાક ઉપકુલપતિને રજા પર ઊતારી દેવામાં આવ્યા હતા.
આ પણ જુઓ : PM મોદીએ કોરોના વેક્સીનને લઈ કરી મોટી જાહેરાત
ઉત્તરાખંડ યુનિવર્સિટીના જવાહર લાલ કૌલ. તેમની નિયુક્તિ ખુદ મોદી સરકારે પોતે કરી હતી. એમને 2017ના ડિસેંબરમાં આ સ્થાનેથી ખસેડી દેવામાં આવ્યા હતા.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.