Vijay Devarkonda
અભિષેક કપૂરના દિગ્દર્શનમાં બાલાકોટ એર સ્ટ્રાઇન પર એક વધુ ફિલ્મ બનવાની છે. આ ફિલ્મમાં વિજય દેવરકોંડા (Vijay Devarkonda) વિંગ માસ્ટર અભિનંદનનું પાત્ર ભજવશે. જેને ભારત-પાકિસ્તાન સ્ટેન્ડ ઓફ 5 થી 60 કલાક સુધી પાકિસ્તાનમાં કેદી બનાવીને જેલમાં ગોંધી રાખ્યો હતો. આ ફિલ્મમાં એર સ્ટ્રાઇક અને અભિનંદનની ભારત વાપસી દર્શાવામાં આવશે.
આ પણ જુઓ : કૃષિ બિલોના વિરોધમાં આજે ખેડૂતો રસ્તા પર ઉતરશે
ગયા વરસે જ અભિષેક કપૂરે બાલાકોટ એરસ્ટ્રાઇક પર આધારિત ફિલ્મ બનાવાની ઘોષણા કરી હતી. ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આ ફિલ્મના નિર્માણ માટે સંજય ભણશાલી અને ભૂષણ કુમારે હાથ મેળવ્યા છે.
આ પણ જુઓ : રાજસ્થાનમાં શિક્ષકોની ભરતીના મુદ્દે આંદોલનકારી રોષે ભરાયા
૧૪ ફેબ્રુઆરીએ પુલવામાં થયેલા હુમલામાં 40 જવાનો શહિદ થઇ ગયા હતા. આ પછી 26 ફેબ્રુઆરીની સવારે ભારતીય વાયુ સેનાએ બાલાકોટ એર સ્ટ્રાઇક કરી હતી. જેમાં ભારતીય યુદ્ધ વિમાનોએ પાકિસ્તાનના જેશ-એ-મહોમ્દ ટેરરિસ્ટ કેમ્પને ધવ્સ્ત કર્યો હતો.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.