કોંગ્રેસી નેતા મત માંગવા આવે ત્યારે પૂછજો કે કોરોનાકાળમાં જયપુરમાં શું કરતા હતા : વિજય રૂપાણી
કચ્છમાં અબડાસા સીટ પર રૂપાણીએ પેટાચૂંટણી અંતર્ગત પ્રથમ જાહેર સભા સંબોધી
ગુંડાઓ ગુંડાગીરી છોડે અથવા ગુજરાત છોડે’ના સુત્ર સાથે રાજ્ય સરકારે ગુંડા એકટ લાવીને કાયદાઓને વધુ કડક કર્યા
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અબડાસા ખાતે ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના સમર્થનમાં આગામી વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત પ્રથમ જાહેર સભાને સંબોધન કર્યું હતું.
કોરોના મહામારીકાળમાં જ્યારે ભાજપાના કાર્યકર્તાઓ અને સરકાર જનતાની સેવામાં ખડેપગે હતા, ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો જયપુરના રિસોર્ટમાં દારુ પીને ત્યાંના સ્વિમિંગ પુલમાં ધુબાકા મારતા હતા, અમે લોકો અહીં કોરોના કાળમાં ભયભીત હતાં. ત્યારે તમે જયપુર કેમ ગયાં હતાં એવો તમે કોંગ્રેસના ધારાસભ્યો પાસે જવાબ માંગજો. મુખ્યમંત્રીના નિવેદનનો વિડીયો ગુજરાત ભાજપના ઓફિશિયલ ફેસબુક પર મુક્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંચ પરથી કૉંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યુ હતુ કે, “કૉંગ્રેસના લોકો જ્યારે તમારી પાસે મત માંગવા આવે ત્યારે તેમને પૂછજો કે કોરોનામાં તમે બધા ક્યાં ભાગી ગયા હતા? તમામ લોકો જયપુર ભાગી ગયા હતા. જયપુરના રિસોર્ટમાં દારૂ પીને ત્યાંના સ્વીમિંગ પૂલમાં ધુબાકા મારતા હતા.
અમે જ્યારે કોરોનામાં ભયભીત હતા, સંઘર્ષ કરતા હતા ત્યારે તમે લોકો જયપુર શા માટે ગયા હતા તેનો આ ચૂંટણીમાં જવાબ માંગજો.” ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસના એક પછી એક એમ આઠ ધારાસભ્યોએ રાજીનામાં ધરી દીધી હતા. જે બાદમાં બાકીના ધારાસભ્યો તૂટે નહીં તે માટે કૉંગ્રેસે ચૂંટણી પહેલા ધારસાભ્યોને રાજસ્થાન મોકલી દીધા હતા.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.