પ્રિયંકા ચોપરા પહેલા બોલીવુડ અને ત્યાર બાદ હોલીવુડમાં પોતાના અભિનયનો પરચો બતાવનારી ભારતીય અભિનેત્રી હવે રાજકારણના અભરખા જાગ્યા છે. અભિનેત્રી પ્રિયંકા ચોપરા પોતાની સાથોસાથ પતિ નિક જોનાસ માટે પણ રાજનીતિના સપના સેવી રહી છે.
તમને દઈએ કે પ્રિયંકાએ તો ત્યાં સુધી કહી દીધું છે કે, તે ભવિષ્યમાં ભારતનાં વડાપ્રધાન બનવાની દોડમાં જોડાશે. સાથે પતિ નિક જોનાસ માટે પણ તેને રાજકીય મહેચ્છા વ્યક્ત કરી છે.
એક ખાસ વાતચીત દરમિયાન અભિનેત્રીએ પોતાના અને પોતાનાં પતિ તથા પોપ સ્ટાર નિક જોનાસ માટે રાજનીતિક આકાંક્ષાઓ વ્યક્ત કરી. પ્રિયંકાએ કહ્યું હતું કે, હું ભારતનાં વડાપ્રધાનની દોડમાં જોડાવા માંગીશ. હું ઇચ્છું છુ કે નિક રાષ્ટ્રપતિની દોડમાં જોડાશે.

અભિનેત્રીએ કહ્યું હતું કે, રાજનીતિ સાથે જે પ્રકારની વસ્તુઓ જોડાયેલી છે, મને પસંદ નથી, પરંતુ હું જાણુ છું કે અમે બંન્ને સાચે જ પરિવર્તન ઇચ્છીએ છીએ. ના ક્યારે પણ પાડી નથી.
જો કે પ્રિયંકાએ જણાવ્યું કે, તેમણે પોતાનાં જીવન દરમિયાન રાજકારણથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો, કારણ કે તેઓ માનવતાનું મનોરંજન કરવા માંગે છે, પરંતુ તેણે તે સત્યનો પણ ઇન્કાર નથી કર્યો કે પતિ નિક એક મહાન નેતા બની શકે છે. તેણે કહ્યું કે, તેઓ નારીવાદી શબ્દનો ઉપયોગ કરવાથી ગભરાતા નથી અને તે જ મને ઘણુ સારુ લાગે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.