PI

  • લોકડાઉન દરમિયાન રાત્રી સમયે કરફ્યૂ જાહેર કરાયેલો છે તેવા સમયે અમદાવાદના વાડજ સર્કલ પાસે એક ફોર્ચ્યૂનર કાર પોલીસે રોકી હતી.
  • કારમાં બેઠેલાએ એવો દાવો કર્યો કે આ ગાડી કલોલના સ્વામિનારાયણ મંદિરના ડી વી સ્વામીની છે
  • અને તેમની ફાઈલ બતાવવા ઉસ્માનપુરાની એક હોસ્પિટલમાં ગયા હતા.
  • ફાઈલ બતાવવા કહ્યું તો કોઈ ફાઈલ મળી નહોતી.
  • PI રાઠવા પર સ્વામીનો ફોન આવ્યો અને કાર સહિત બધાને જવા દેવા કહ્યું.
  • PI માન્યા નહીં તો એક ધારાસભ્ય અને બાદમાં એક મંત્રીનો ફોન આવ્યો તથા રાઠવાને ગાડી છોડવા ભલામણ કરી.
  • છતાં જ્યારે પીઆઈએ બધાને બેસાડી જ રાખ્યા તો આખરે પીઆઈના જ ઉપરી અધિકારીની સૂચના આપતાં જવા દેવાયા.
  • અમદાવાદના વાડજ સર્કલ પાસે લોકડાઉન દરમિયાન રાત્રી સમયે દરમિયાન નિકળેલી એક ફોર્ચ્યૂનર કારમાં કલોલના સ્વામિનારાયણ સ્વામીએ ધારાસભ્ય અને મંત્રીને ફોન કરી વાડજ PI રાઠવાની બદલી કરાવી દીધી હતી.
  • આ ઘટનામાં મોડીરાત્રે સ્વામી અને તેમના છ ચેલાઓ સાથે બિંદાસ ફરતી આ કાર કલોલ સ્વામિનારાયણના એક સ્વામીની હતી.
  • તથા તેમની કાર સહિત તમામને પોલીસ સ્ટેશને લઈ જવાતાં તેમણે દાદાગીરી ચલાવી હતી.
  • પહેલા એક ધારાસભ્ય, પછી મંત્રી અને છેવટે ઉપરી અધિકારીના વાડજ પીઆઈને ફોન આવ્યા અને બધાને જવા દેવા પડયાં।
  • તો એટલું જ નહીં પણ રાતોરાત વાડજના પીઆઈ રાઠવાને સ્પેશિયલ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરી દેવાયા હતા.
  • PI રાઠવાની બદલીને પગલે શહેર પોલીસ બેડામાં ચર્ચાએ શરૂ થઈ કે આ ખોટું થયું છે.
  • જોકે અધિકારીઓ પડદા પાછળ એવું કહી રહ્યા છે કે, પીઆઇ રાઠવા ગરમ સ્વભાવના અને મોં છૂટા છે.
  • તેઓની ઓડિયો કલીપ પણ સામે આવી છે.
  • જેમાં તેઓ પકડેલા લોકોને નિયમ ભંગ કરવા બદલ પટ્ટેથી માર્યા હોય તેવી વાત સામે આવી છે.
  • આટલું જ નહીં PI રાઠવા એવું પણ બોલે છે કે, અમારા સમાજનો સંત હું જ છું. આ વાતના આધારે તેઓની બદલી કરાઈ છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024