કોરોનાની પ્રથમ અને બીજી લહેર બાદ હવે ત્રીજી લહેરનું જોખમ વધી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી દરરોજ દેશભરમાં 35 હજારના આસપાસ નવા કેસ આવે છે. આ વચ્ચે મોટી ચિંતા બાળકોને લઈને છે. ઘણા રાજ્યોમાં સ્કૂલ ખોલવામાં આવી છે. પરંતુ બીજી તરફ બાળકોને કોરોના થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. એક તરફ પુખ્તવયના લોકોને વેક્સિન મળી રહી છે ત્યારે બાળકોના રક્ષણ માટે વેક્સિન હજુ આવી નથી.

ત્રીજી લહેરની સંભાવના સાથે જ કહેવામાં આવ્યું હતું કે આ લહેર બાળકો પર જોખમી નીવળી શકે છે. આ બાબતે ઘણા સવાલો હતા કે કેમ ત્રીજી લહેર બાળકો પર જોખમી રહેશે.ચાલો આજે આપણે જાણીએ એ કે,

બાળકો પર કેમ કોરોનાની ત્રીજી લહેરનું જોખમ વધુ છે? શું રાખવી સાવધાની?

જેઓ નવી દિલ્હીમાં બાળરોગ વિભાગ, લેડી હાર્ડીન્જ મેડિકલ કોલેજ અને સંલગ્ન કલાવતી સરન ચિલ્ડ્રન્સ હોસ્પિટલના ડિરેક્ટર – પ્રોફેસર છે. તેઓ કહે છે, ‘કોરોનાનું ઇન્ફેકશન વધુ હશે કે ગંભીર હશે તેનો આધાર તેના મ્યુટન્ટ પર આધાર રાખે છે. હમણાં કોઈને ખ્યાલ નથી કે થર્ડ વેવ જો આવે છે તો તેનો વાયરસ નવા મ્યુટન્ટ સાથે આવશે કે નહીં. પરંતુ થર્ડ વેવ બાળકોને વધુ પ્રભાવિત કરી શકે છે તેની સંભાવના વધુ છે કારણ કે હજુ બાળકોને વેક્સિન લાગી નથી. બાળકોની વેક્સિન આવવાની છે પરંતુ હજુ આવી નથી.’

ડોક્ટર આગળ કહે છે કે ‘થર્ડ વેવ પહેલા જો બાળકોનું વેક્સિનેશન થઇ જાય છે તો તેમને વધુ રક્ષણ મળશે. પરંતુ આ વાત થર્ડ વેવ ક્યારે આવે છે અને એ પહેલા આપણે બાળકોને સંપૂર્ણ રીતે વેક્સિન આપી શકીએ છીએ કે નહીં તે વાત પર આધાર રાખશે. બીજી લહેરના સર્વે અનુસાર બાળકો પણ કોરોનાથી પ્રભાવિત થયા છે. તેથી થર્ડ વેવમાં બાળકોને જોખમ વધુ છે કેમ કે તેમને વેક્સિન નથી મળી.’

આ સાથે ડોક્ટર સલાહ આપે છે કે, ‘જેવી વેક્સિન આવે છે બાળકો માટે, તો પોતપોતાના બાળકોને વેક્સિન અપાવે.’ ડોકટરે જણાવ્યા પ્રમાણે બાળકોની વેક્સિન આવ્યા બાદ તેને અપાવવામાં બેદરકારી ના રાખવી જોઈએ. આ સાથે જ બાળકો માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ, કોરોના ગાઈડલાઈન વિશે સમજી શકે એવા બાળકોને સમજાવવું જોઈએ. આ ઉપરાંત નાના બાળકોનું ધ્યાન રાખવું જરૂરી બનશે.