સુરત – એક પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પત્નીને સંતાન ન થતા હોવાથી ભુવા પાસે ડામ આપવામાં આવતા આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ તો પતિની ધરપકડ કરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જહાંગીરપુરા વિસ્તારમાં કોમલે દોઢ વર્ષ પહેલાં દિપક રાઠોડ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને પરિવાર સાથે રહેતી હતી. લગ્ન જીવન દરમિયાન સંતાન ન થતા ડામ આપવામાં આવ્યા હતા. જેથી કોમલ આઘાતમાં સરી પડી હતી. અને ગત પાંચ જુલાઈના રોજ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાના મૃતકની માતાએ આક્ષેપ કર્યો હતો. અને દીકરીના પતિ વિરુદ્ધ ગત રોજદુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી પતિની ધરપકડ કરી છે. અને વધુ પૂછપરછ હાથ ધરી છે.
પરિવારે જણાવ્યું હતું કે, કોમલ પર પતિ દિપક આડાસંબંધનો વહેમ હતો. જેથી તે માનસિક ત્રાસ પણ ગુજારતો હતો. કોમલને સાપરીયાની બીમારી હતી જેને લીધે તેને પ્રેગ્નન્સી રહેતી ન હતી. જેથી ગણદેવી નજીક ભુવા પાસે ડામ અપાવા લઈ ગયા હતા. અને ચાર ડામ આપ્યા હતા. જેથી કોમલ આઘાતમાં સરી પડી હતી અને આકરું પગલું ભરી લીધુ હતું.
ઘટનાની જાણ થતાં કોમલની માતાએ પતિ દિપક રાઠોડ સામે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસ પતિ દિપક રાઠોડની ધરપકડ કરી હતી. માતા અને બહેનના જણાવ્યા પ્રમાણે કોમલને બાળકો ન થતાં દિપકે તેને ભૂવા પાસે લઇ જઇને ડામ અપાવ્યા હતા. ભૂવાએ કોમલના શરીર ઉપર ચાર જગ્યાએ ડામ આપ્યા હતા. જેના કારણે કોમલ આઘાતમાં આવી જઇને આ પગલું ભર્યું હતું.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.