પ્રખ્યાત અભિનેતા સંજય બત્રા વિરુદ્ધ પત્નીની ગંભીર ફરિયાદ

Sanjay Batra
- Advertisement -

This browser does not support the video element.

Sanjay Batra

રાયપુરમાં ફિલ્મ અભિનેતા સંજય બત્રા (Sanjay Batra) સામે તેમની પત્નીએ FIR નોંધાવી છે. અભિનેતાની પત્નીએ તેની સામે કબીર નગર પોલીસ સ્ટેશનમાં જબરદસ્તી અને અપ્રાકૃતિક રીતે શારીરિક સંબંધો બાંધવાનો આરોપ લગાવ્યો છે.

સંજય બત્રા સામે આઈપીસીની કલમ 294, 323, 506 અને 377 હેઠળ પોલીસે એફઆઈઆર નોંધી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ કેસ વિશે માહિતી આપતા કબીર નગર પોલીસ સ્ટેશનના ટીઆઈ લક્ષ્મી જયસ્વાલે જણાવ્યું છે કે આરોપી એક્ટરે વર્ષ 2019માં જ આર્ય સમાજ મંદિરમાં પીડિતા સાથે લગ્ન કર્યા હતા. બંને મુંબઈમાં સાથે રહેતા હતા. સંજય બત્રાની હજી ધરપકડ થઈ નથી. પોલીસ તેમની શોધખોળનું અને આગળની તપાસનું કામ કરી રહી છે.

આ પણ જુઓ : રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં 3 ગુજરાતીના કમકમાટીભર્યા મોત

સંજય બત્રાએ ટીવી સીરિયલ બાલિકા વધુ, અંદાજ અપના અપના, મેલા જેવી સીરિયલ અને ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે રાયપુરનો રહેવાસી છે. તેણે ઘણી વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.