કોરોના કાળમાં દરેક લોકો ઓનલાઈન ક્લાસ(Online Class)માં ભણે છે. વિદ્યાર્થીઓ ઘરે બેઠા અભ્યાસ કરે છે. આવી જ રીતે ટીચર્સ પણ ઘરેથી જ ભણાવી રહ્યા છે. જોકે ઓનલાઈન ક્લાસીસમાં લોકોથી અમુક એવી ભૂલો થઈ જાય છે. જેના વીડિયો વાયરલ(Video Viral) થઈ જાય છે.
એક પ્રોફેસરથી થઈ મોટી ભૂલ
હકીકતે સાઉથ કોરિયાની હૈનયૈંગ યુનિવર્સિટી (Hanyang University)ના એક પ્રોફેસર(Professor) વિદ્યાર્થીને ભણાવી રહ્યા હતા. તે મોટાભાગે કેમેરા ઓફ કરીને જ ભણાવતા હતા. પરંતુ એક દિવસ ભૂલથી પ્રોફેસરનો વીડિયો ઓન રહી ગયો અને ક્લાસ વખતે જ પ્રોફેસર અચાનકથી બાથરૂમ(Bathroom)માં જઈને નહાવા લાગ્યા. પરંતુ પ્રોફેસરએ ભૂલી ગયા કે કેમેરા(Camera) ચાલું છે અને સ્ટૂડેન્ટ બધુ જ જોઈ રહ્યા હતા.
તે સમયે લેપટોપ(Laptop) સામેજ મુકવામાં આવ્યું હતું. પ્રોફેસરની આ ભૂલને જોતા વિદ્યાર્થીઓના હોંશ ઉડી ગયા હતા. ખાસ વાત છે કે પ્રોફેસરને આ વાતનો અંદાજ ઘણા સમય સુધી ન આવ્યો કે તેમનો કેમેરા ઓન રહી ગયો છે. નહાયા બાદ તે બાથરૂમથી નિકળ્યા અને ફરી ભણાવવાનું શરૂ કરી દીધી. તેમને આ સમગ્ર ઘટનાનો કોઈ અંદાજ જ ન રહ્યો હતો.
પકડાઈ ગઈ પ્રોફેસરની ચોરી
પ્રોફેસરને પોતાની ભૂલનો અંદાજ ઘણા સમય બાદ થયો. જોકે પોતાની ભૂલના માટે શંકોચીત થઈને તેમણે આખા ક્લાસને મેલ(Mail) લખીને માફી માંગી. એક રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું કે તે પ્રોફેસર પહેલા પણ આમ કરી ચુક્યા છે. તેમના એક સ્ટૂડન્ટે જણાવ્યું કે પહેલાની ઓડિયો ક્લાસમાં પણ તેમના ત્યાંથી પાણી પડવાના અવાજો આવતા હતા પરંતુ કેમરા બંધ હોવાના કારણે સ્ટૂડન્ટ(Students)ને આ વાતનો અંદાજો ન હતો કે પ્રોફેસરની બાજુ શું થઈ રહ્યું છે. પરંતુ આ વખતે તે સમજી ગયા કે પહેલાની ક્લાસમાં પણ પ્રોફેસર નહાતા હશે.