વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે અને પાટણ જિલ્લામાં વૃક્ષોના જતન અને સંરક્ષણ માટે અનેક પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે. પાટણ તાલુકાના સમોડા ગામે ‘સમોડી પીપળવન’ નિર્માણનો આરંભ જિલ્લા કલેકટર સુપ્રીત સિંઘ ગુલાટીના હસ્તેવૃક્ષારોપણ કરીને કરવામાં આવ્યો હતો
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે અને પાટણ જિલ્લામાં વૃક્ષોના જતન અને સંરક્ષણ માટે અનેક પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે. પાટણ તાલુકાના સમોડા ગામે ‘સમોડી પીપળવન’ નિર્માણનો આરંભ જિલ્લા કલેકટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીના હસ્તેવૃક્ષારોપણ કરીને કરવામાં આવ્યો હતો
જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીએ આ પ્રસંગે સમોડા ગામમાં આકાર લઈ રહેલ આ કુદરતી ઓક્સિજન પાર્ક અંગે જણાવ્યું હતું કે આગામી સમયમાં અહીં એક ઉત્તમ વન ઊભું થશે. જેનાથી ગ્રામજનોએ શુદ્વ હવા પ્રાપ્ત થશે અને પ્રદૂષણથી મુક્તિ મળશે. કલેકટરશ્રીએ આ ઉમદા પહેલ માટે ગ્રામવાસીઓ, દાતાઓ અને વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોષી, નાયબ વન સંરક્ષક બી.એમ.પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલ, આર્યાવ્રત નિર્માણના નિલેશ રાજગોર, ગામના સરપંચ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.