Yogi Adityanath : UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. યુપી 112 પર કોઈએ આ ધમકી આપી છે. ઓપરેશન કમાન્ડર યુપી 112એ સોમવારે મોબાઈલ નંબરના આધારે સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો છે. ઈન્સ્પેક્ટર સુશાંત ગોલ્ફ સિટી શૈલેન્દ્ર ગિરીએ જણાવ્યું કે જે મોબાઈલ નંબર પરથી ધમકી આપવામાં આવી હતી, તેના આધારે રિપોર્ટ નોંધીને આરોપીને શોધી કાઢવામાં આવી રહ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે સીએમ યોગીને જાનથી મારી નાખવાની ધમકી મળી હોય.
રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને રવિવારે સાંજે શહીદ પથ સ્થિત યુપી 112ના મુખ્યાલયના વોટ્સએપ નંબર પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. કોમ્યુનિકેશન ઓફિસર શિખા અવસ્થીએ મેસેજનો સ્ક્રીન શોટ લીધો હતો. ઈન્સ્પેક્ટર સુશાંત ગોલ્ફ સિટી શૈલેન્દ્ર ગિરીએ જણાવ્યું કે, જે મોબાઈલ નંબર પરથી ધમકી આપવામાં આવી હતી તેના આધારે રિપોર્ટ દાખલ કરીને આરોપીને ટ્રેસ કરવામાં આવી રહ્યો છે.
FIR અનુસાર, CM યોગીને 23 એપ્રિલે રાત્રે 8.22 વાગ્યે UP 112 હેડક્વાર્ટરમાં સોશિયલ મીડિયાના વોટ્સએપ ડેસ્ક પર ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. આ મેસેજમાં લખવામાં આવ્યું હતું- ‘હું બહુ જલ્દી સીએમ યોગીને મારી નાખીશ’. મુખ્યમંત્રીને ધમકીની માહિતી મળતા જ તપાસ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.