Zaira Khan
‘દંગલ’ ફિલ્મની અભિનેત્રી ઝાયરા વસીમે (Zaira Khan) ગયા વર્ષેબોલિવૂડની દુનિયા છોડી દેવાનો નિર્ણય કરીને પોતાના પ્રશંસકોને આંચકો આપ્યો હતો અને હવે તેણે વધુ એક આંચકો આપતા કહ્યું હતું કે તેઓ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ પરથી તેના ફોટા કાઢી નાખે.
ઝાયરાએ લખ્યું હતું કે તમે અત્યાર સુધી મને જે પ્રેમ આપ્યો છે તે બદલ હું તમારી આભારી છું, તમે હમેશાં મારી શક્તિના સ્રોત રહ્યાં હતાં. મને સતત સહકાર આપવા બદલ હું તમારી શુક્રગુઝાર છું અને હવે ઈચ્છું છું કે તમે મારી એક વાત માનો. હું તમને વિનંતી કરું છું કે તમે બધા તમારા અકાઉન્ટ્સમાંથી મારા ફોટા દૂર કરી દો અને અન્યોને પણ એમ કરવાનું કહો.
આ પણ જુઓ : BrahMos મિસાઈલના લેન્ડ એટેક વર્ઝનનું સફળ પરીક્ષણ
અભિનેત્રીએ તેના ચાહકોને વિનંતી કરી હતી કે મારા ફોટા સમગ્ર પણ ડિલિટ કરવાનું શક્ય નથી પણ તમે તેને ફરીથી આગળ મોકલવાનો પ્રયાસ નહીં કરો તો મારા ઉપર મોટી મહેરબાની થશે. હું મારા જીવનનો નવો અધ્યાય શરૂ કરી રહી છું અને મારું આટલું કહ્યું માનીને તમે મને સાથ આપશો એવી આશા રાખું છું.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.