પાટણમાં અત્યાર સુધીમાં 22,309 લોકોએ મતદારયાદીમાં નામ નોંધણી કરાવી

મતદારયાદીમાં નામ નોંધણી કરાવવામાં યુવાનો અગ્રેસર : 18 થી 19 વર્ષની વયજૂથનાં 12,994 યુવાઓએ નોંધણી કરાવી.

રાજ્યમાં ચુંટણી પંચ દ્વારા હાલમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેને ખુબ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. 

આ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-2022 અંતર્ગત એવા નાગરીક કે જેઓ મૃત્યુ પામ્યા હોય, અથવા હંમેશા માટે સ્થળાંતર કર્યું હોય તેવા નાગરીકોનું નામ કમી પણ કરવામાં આવી રહ્યું છે. 

પાટણ જિલ્લામાં અત્યારસુધીમાં 4,767 લોકોનું નામ કમી કરવામાં આવ્યુ છે. તદઉપરાંત જે લોકોને મતદારયાદીમાં પોતાનું નામ, અટક, સરનામું વગેરે કોઈપણ પ્રકારનો સુધારો કરાવવો હોય તો તે પણ હાલમાં આ ખાસ કાર્યક્રમ અંતર્ગત થઈ રહ્યુ છે.

પાટણ જિલ્લામાંથી 6,638 લોકોએ મતદારયાદીમાં સુધારો કરાવ્યો છે.

હાલમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. આગામી તા.11.09.2022 સુધી આ કાર્યક્રમ ચાલશે.

આગામી તા.11.09.2022 એટલે કે રવિવારે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે