હવે ઘરે જ બનાવો પાણી પુરી.

સામગ્રી :-

  • થોડો (જરાક) રવો 200 ગ્રામ, મોણ માટે રિફાઈંડ ઓઈલ 2 નાની ચમચી, મેંદો 50 ગ્રામ, મીઠુ 1/2 ,નાની ચમચી. લોટ બાંધવામાંટે, સોડા વોટર અને પાણીપુરી તળવા માટે તેલ.

ખાટ્ટા પાણીની સામગ્રી :-

  • એક-પણ  બીજ વગરની અમલી 50 ગ્રામ, ફુદીનાના પાન 1/2 કપ, હિંગ પાવડર ચપટી, ગોળ 20 ગ્રામ, નવસાર 5ગ્રામ કાળા મરચુ 10-12 દાણા. લીલા ધાણા 1/2 કપ, લીલા મરચા 2. પાણી એક લીટર,સંચળ અને સાદુ મીઠુ સ્વાદ મુજબ . .

અન્ય સામગ્રી :

  • બાફેલા બટાકા 1 કપ. બાફેલા ચણા 1 કપ ,લીલી ચટણી, સૂંઠ.
  • રીત:-
  •  રવામાં મેંદો મીઠુ અને મોણ નાખીને સોડા વોટરથી લોટ બાંધી લો. એક કલાક માટે મેદો ઢાંકીને મુકી દો. મોટી મોટી પાતળી રોટલી બનાવો અને કોઈ ઢાંકણાથી ગોળ ગોળ કાપી લો. ગરમ તેલમાં તળીને કાઢી લો. તેને કોઈ થાળીમાં મુકો જેથી ફુટે નહી. ખાટુ પાણી બનાવવા માટે એક કપ ઉકાળેલા પાણીમાં આમલી પલાળો અને એક કલાક માટે મુકી દો. ફુદીનાના પાન, લીલા ધાણા, મીઠુ, હિંગ, જીરુ, કાળા મરી, નવસાર વગેરે બધી વસ્તુઓને મિક્સરમાં વાટીને 1 લીટર પાણીમાં મિક્સ કરો.આમલીનું પાણી ગાળીને ફુદીનાના મિશ્રણમાં મિક્સ કરો અને ફરીથી ગાળી લો. થોડો બરફ પણ જલજીરામાં નાખી દો. જામતી વખતે પાણીપુરીમાં અંગૂઠા વડે કાણું પાડીને ચણા ભરો, ઉપરથી ખાટુ પાણી ભરીને ખાવો અને ખવડાવો. તૈયાર છે તમારી મનપસંદ પાણીપુરી (ગોલગપ્પા)..

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here