ટ્રિપલ મર્ડર: રુવાંટાં ઊભાં કરી દેતાં દૃશ્યો બે આધેડ સાથે પાંચ વર્ષના બાળકની પણ હત્યા

Sabarkantha Triple Murder

Sabarkantha Triple Murder સાબરકાંઠા: જિલ્લાના પોશીનાના અજાવાસ ગામમાં ટ્રિપલ મર્ડરની ચકચારી ઘટના સામે આવી છે. પોશીનાના અજાવાસમાં બે વ્યક્તિઓ અને એક બાળકની હત્યા થઇ છે. અંગત અદાવતમાં સામ સામે બે આઘેડે હુમલો કરતા મોત નીપજ્યું છે. આ સાથે પાંચ વર્ષના એક બાળકનું પણ મોત થયું છે. ગત રાતે બનેલી ઘટનાથી આખા પંથકમાં ચકચાર મચી ગઇ … Read more

હિંમતનગર: નદીના કિનારે સ્મશાન ગૃહમાં સળગતો મૃતદેહ પાણીના વહેણમાં તણાયો

Himmatnagar

ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાએ જળબંબાકારની સ્થિતિ સર્જી છે. સાર્વત્રિક વરસાદને કારણે સાબરકાંઠાના વિજયનગરમાં નદીમાં પુર આવ્યું. દરમિયાન હાથમતી નદીના કિનારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્થાનિકો દ્વારા વાયરલ કરેલા વિડીયો મુજબ નદી પાસે એક સ્મશાન ગ્રુહમાં અંતિમ વિધિ ચાલી રહી હતી. અંતિમ સંસ્કાર દરમિયાન અચાનક નદીમાં પુર આવતા સળગતી ચિતા સહિત મૃતદેહ તણાયો … Read more

સાબરકાંઠા: ભાઈ સાથે શાકભાજી લેવા ગયેલી 16 વર્ષની છોકરીને રાજસ્થાની યુવક ભગાડી ગયો

sabarkantha

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના એક ગામમાં ભાઈ સાથે બજારમાં શાકભાજી લેવા ગયેલી 16 વર્ષની છોકરીને યુવક ભગાડી ગયો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુવાન સગીરાને રાજસ્થાનના ભામટી ગામનો યુવક લગ્નની લાલચ આપી પેસેન્જર જીપમાં બેસાડીને ભાગી જતાં પિતાએ વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દીકરીને ભગાડી જતા પિતાએ વિજયનગર પોલીસમાં ફરિયાદ … Read more

હિંમતનગર: મુથૂટ ફીનકોર્પ કંપનીમાં સોનાના નકલી દાગીના પધરાવી રૂ. 87 લાખની ઠગાઇ

Muthoot Fincorp Company fake gold jewelery fraud

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના વિવિધ સ્થાનો પર રહેતા ગ્રાહકોએ વર્ષ ૨૦૧૯-૨૦૨૦થી આજ સુધીમાં સોનાના દાગીના મુકી ગ્રાહકોએ ૪૯ જેટલી લોનો લીધી હતી. કંપનીની વડી કચેરીના ઓડિટ દરમિયાન દાગીના મુકી લોન લેનારા કેટલાક ગ્રાહકોએ સોનાના નકલી દાગીના કંપનીમાં જમા કરાવી લોન મેળવી લીધા બાદ લોનના નાણાં ન ચુકવતા અને લોન માટે મુકેલા દાગીના પરત ન છોડાવતા સમગ્ર મામલો … Read more

સાબરકાંઠામાંથી ઝડપાયું સિમકાર્ડ રેકેટ, આ રીતે તમારો ડેટા થાય છે ચોરી.

Sim card racket caught from Sabarkantha

તમારું બેન્ક અકાઉન્ટ(Bank Account) નિષ્ક્રિય હોય અથવા કોઈ સિમકાર્ડ (SIM Card) ના વાપરતા હો તો ચેતી જજો કારણકે સાયબર ક્રિમિનલ્સ ગેરકાયદે કામ કરવા માટે ફોન નંબર કે બેંક અકાઉન્ટનો ઉપયોગ કરતા હોઈ શકે છે. તમારા નંબર કે અકાઉન્ટ દ્વારા છેતરપિંડી કે ડિજીટલ ફ્રોડ(Digital Fraud) થયો હોઈ શકે છે. સાબરકાંઠા(Sabarkantha)ના તલોદ તાલુકાના અણિયોલ ગામનો વિજયસિંહ કથિત … Read more

પોલીસ કોન્સ્ટેબલ જ કારમાં દારૂની હેરાફેરી કરી રહ્યો હતો અને…

alcohol in the car

સાબરકાંઠાના હિંમતનગરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તહેનાત લોક રક્ષક દળ (LRD)કોન્સ્ટેબલની અરવલ્લી જિલ્લાની ભિલોડા પોલીસે બૂટલેગિંગના આરોપમાં ધરપકડ કરી હતી. પોલીસે એલઆરડી કોન્સ્ટેબલ અતુલ પટેલની ધરપકડ કરી હતી જ્યારે તેનો સાથી, લિસ્ટેડ બુટલેગર મયુર ડામોર તેના મલ્ટી-યુટિલિટી વ્હીકલને (MUV) મૂકીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ભિલોડા પોલીસના જણાવ્યા પ્રમાણે, અતુલ પટેલ તેના સાથી મયુર ડામોર … Read more

કાંકરેજ : ભારતીય કિસાન સંઘ દ્વારા પાણી છોડવા અપાયું આવેદન

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા તાત્કાલિક ધોરણે પૂર્વ વિસ્તાર માં પાણી છોડવા માટે કાંકરેજ મામલતદાર એમ ટી રાજપૂત ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કાંકરેજ તાલુકાના કિસાન સંઘ દ્રારા શિહોરી સર્કિટ હાઉસ થી રેલી કાઢી ને જય જવાન જય કિસાનના નારા સાથે કાંકરેજ તાલુકા ની બનાસ નદીના સાયફન માં પાણી છોડવા … Read more

થરા : ખાતે ભાજપના કાર્યક્રમમાં સોશીયલ ડિસ્ટન્સનો જોવા મળ્યો અભાવ

કાંકરેજ તાલુકાના થરા શહેરમાં ડો.પ્રશાંત કોરાટની અધ્યક્ષાતામાં સન્માન કાર્યક્રમ યોજાયો હતો તે પૂર્વે થરા શહેરમાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઈક રેલીમાં ભાજપના કાર્યકર્તાઓ અને હોદેદારો હેલ્મેટ અને માસ્ક વગર જોવા મળ્યા હતા. તો મોટીસંખ્યામાં કાર્યકરોને એકઠા કરતાં ભાજપના આગેવાનો દો ગજકી દૂરીનું ભાન ભુલતાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને આમંત્રણ આપતા જોવા મળ્યા … Read more

સાબરકાંઠા : જાપાનના વલ્ર્ડ ફોટોગ્રાફી સ્પર્ધામાં સાબરકાંઠા જિલ્લાના યુવકને મળ્યો ગોલ્ડમેડલ

સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરના જાપાનના ટોકીઓમાં ૮૧ માં ઇન્ટરનેશનલ ફોટોગ્રાફી સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં વિશ્વભરના તેમજ ભારતના ફોટોગ્રાફરોએ ભાગ લીધો હતો.જેમાં ભારતમાંથી ૧૧૮૭ ફોટોગ્રાફરોએ પોતાના કેમેરામાં કેદ કરેલા ફોટો ને ઓનલાઈન સબમિટ કર્યા હતા.

જેમાં સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરના આંબેડકર વિસ્તારમાં રહેતા અમિતકુમાર અરવિંદભાઈ સોલંકીએ પોતાના કેમેરામાં કેદ કરેલ અદ્દભુત ફોટો રજૂ કર્યા હતો જ્યારે આ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી રજૂ થયેલ પ ફોટોને નિર્ણયકોએ પસંદ કરી નોમિનેટ કર્યા હતા.

જેમાં સાબરકાંઠા જિલ્લાના વડાલીના અમિતકુમાર સોલંકીએ ચોમાસામાં આકાશમાં રચાતા મેઘધનુષને એક બાળક કાચની બોટલમાં કેદ કરી રહ્યો હોય તેવો ફોટો કેમેરામાં કેદ કરી રજૂ કરતા તેમને પસંદ કરી ગોલ્ડમેડલ એનાયત કર્યો હતો. જ્યારે આ ગોલ્ડમેડલ તેમજ પ્રમાણપત્ર તાજેતરમાં જ કુરિયર દ્વારા જાપાન થી તેમના ઘરે મોકલવામાં આવ્યો છે.

જે જોઈ ને પરિવારમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી તેમજ અમિતકુમારે આ ગોલ્ડમેડલ જીતતા તેમના સમાજમાં અને સમગ્ર સાબરકાંઠા જિલ્લા સહિત વડાલી પંથકનું ગૌરવ વધાયું છે.

સાબરકાંઠા : ખોખનાથ મહાદેવનું કામ ગુણવત્તા વિહીન થતું હોવાના આક્ષોપો

સાબરકાંઠા જિલ્લામાં આવેલ ઈડરિયો ગઢ ઐતિહાસિક નગરી તરીકે ઓળખવામાં આવે છે. ઈડરિયો ગઢ પર ઐતિહાસિક અને પૌરાણિક કેટલાક જોવાલાયક સ્થળો આવેલા છે. જેમાં એક સ્થળ છે શહેરના કુંડ વિસ્તારમાં આવેલ ખોખાનાથ મહાદેવ મંદિર પાસે આવેલ કુંડ જેને ખોખાનાથ કુંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં નગરજનો હરવા ફરવા અને ખોખાનાથ મહાદેવના દર્શનાથૅ આવતા હોય છે, ત્યારે ખોખાનાથ કુંડને વિકસાવવા પ્રવાસન વિભાગ દ્વારા વર્ષ ર૦૧૯માં ૪ કરોડ રૂપિયા

જેટલી માતબર રકમ ફાળવવામાં આવી હતી. જેમાં કુંડના ડેવલપમેન્ટનું કામ સ્થાનિક કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યુ હતું. કોન્ટ્રાક્ટર દ્વારા કુંડનું કામ શરૂ કરવામાં આવ્યુ છે. જે કામ મંદ ગતિ અને ગુણવત્તા વગરનું કરવામાં આવી રહ્યુ હોવાની બૂમો પણ ઉઠી છે. કુંડના મુખ્ય ગેટના ઉપરના ભાગે સિમેન્ટના પોપડા ઉખડેલા જોવા મળી રહ્યા છે. જેથી કોન્ટ્રકટર દ્વારા કામગીરીમાં ગેરરીતિ આચરી હોવાનું પણ આ દ્રશ્યો સાબિત કરી રહ્યા છે, ત્યારે આ કામ ઝડપી અને ટકાઉ કરવામાં આવે તેવું ઈડર શહેરના નગરજનો ઈચ્છી રહ્યા છે.

ઇડર ખોખનાથ કુંડની જેમ સપ્તેશ્વર મહાદેવ મંદીરને પણ પ્રવાસન વિભાગ દ્વારા ડેવલપમેન્ટ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. મંદીર ટ્રસ્ટના પ્રમુખે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ કામમાં ગેરરીતિ થઇ હોવાના આક્ષેપ કર્યા છે. ટ્રસ્ટી મંડળને વિશ્વાસમાં લીધા વગર કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની મનમાનીથી વિકાસ કાર્ય કરવામાં આવ્યુ હોવાનો લોકોએ આક્ષેપ કર્યોછે.

જોકે, કામ થયાની માહિતી માંગવા છતા પ્રવાસન વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની માહિતી આપવામાં આવતી નથી. તો સાથે જ સપ્તેશ્વર મહાદેવ મંદીર ટ્રસ્ટને હજુ સુધી કોઇપણ કામકાજ હેન્ડ ઓવર કરવામાં આવ્યુ નથી. કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ કામને પ્રવાસીઓ માટે ખુલલ્લુ મુકવામાં આવે તે પહેલા જ કોન્ટ્રાક્ટરની પોલ ખુલી ગઇ છે. સપ્તેશ્વર મહાદેવ મંદીર અને ઇડર કુંડના ડેવલપમેન્ટના કામમાં થયેલી ગેરરીતિ સામે પ્રવાસન વિભાગ કોન્ટ્રાક્ટર સામે લાલ આંખ કરશે કે, કેમ તે હવે આવનારો સમય જ બતાવશે.

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures