હારીજ: નાસતા ફરતા અપરાધીને પોલીસે ઝડપી પાડયા

હારીજ પોલીસ સ્ટેશનના બે ગુનાનામાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી નાસતા ફરતા સ્કોર્ડ રાધનપુર ડીવીઝન ની ટીમ

પાટણ શોભા ભુતડા સાહેબની સૂચના આધારે તેમજ મે.ના.પો.અધિ.સા. રાધનપુરશ્રી એચ.કે.વાઘેલા સાહેબના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા સારૂ એક્શન પ્લાન બનાવી રાધનપુર ડીવીઝન નાસતા ફરતા આરોપી સ્કોર્ડ બનાવેલ જે આધારે પો.સબ.ઇન્સ. શ્રી એમ.બી.જાડેજા તથા અ.પો.કોન્સ. વિજયભાઇ લગધીરભાઇ તથા ડ્રા.પો.કોન્સ. મુસ્તાકભાઇ રસુલભાઇ એ રીતેના રાધનપુર ડીવીઝન નાસતા ફરતા સ્કોર્ડના માણસો પેટ્રોલીંગમાં હતા

દરમ્યાન હારીજ સોમનાથ વિસ્તારમા આવતા સાથેના અ.પો.કોન્સ. વિજયભાઇ લગધીરભાઇ નાઓને ચોકકસ બાતમી હકિકત મળેલ કે હારીજ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૫૭/૧૭ તથા ૬૧/૧૭ પ્રોહી કલમ.૬૫એઇ,૬૭સી,વિગેરેના કામનો નાસતો ફરતો આરોપી ઠાકોર શૈલેષજી ગુગાજી રહે.દાતરવાડા તા.હારીજ હાલરહે.હારીજ અમરતપુરા તા.હારીજવાળો હાલમા ચેકસ પટાવાળુ સર્ટ તથા કાળા કલરનુ પેન્ટ પહેરેલ છે જે હારીજ અમરતપુરા વિસ્તારમા મેઇન ચોકમા ઉભેલ છે જે હકિકત આધારે સદરી ઇસમ ને સી.આર.પી.સી. કલમ-૪૧(૧)(આઇ) મુજબ તા.૦૮/૦૮/૦૧૯ ના કલાક-૧૧/૩૦ વાગે અટક કરી આગળની તપાસ સારુ હારિજ પો. સ્ટે. મા સોંપવામા આવેલ છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here