Aisvarya rai

બોલીવૂડની સુંદર અભિનેત્રીઓમાંથી એક ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી કંઈક ઠીક નથી ચાલી રહ્યું અને બંને જણ ડિવોર્સ લઈ રહ્યા હોવાના દાવા પણ અલગ અલગ રિપોર્ટમાં કરાઈ રહ્યા છે. જોકે, ડિવોર્સને લઈને ઐશ્વર્યાએ રિએક્શન વાઈરલ થઈ રહ્યું છે. આવો જોઈએ ડિવોર્સને લઈને ઐશ્વર્યાએ શું કહ્યું છે…

તમે જો એમ વિચારી રહ્યા હોવ કે ઐશ્વર્યાએ તેના અને અભિષેકના ડિવોર્સને લઈને પ્રતિક્રિયા આપી છે તો એવું કંઈ નથી. એ મામલે તો એક્ટ્રેસે મગનું નામ મરી નથી પાડ્યું. તો શું થયું એ જાણીએ

2005માં ઐશ્વર્યા રાય બચ્ચન ઓપરાહ વિનફ્રેના પોપ્યુલર ચેટ શોમાં પહોંચી હતી. આ શો પર ઐશ્વર્યા અમેરિકન અને ઈન્ડિયન કલ્ચર પર વાત કરતી જોવા મળી હતી. આ જ એપિસોડમાં ઐશ્વર્યાએ ડિવોર્સ પર વાત કરી હતી અને હવે ઐશ્વર્યાનું આ રિએક્શન વાઈરલ થઈ રહ્યું છે.

હોસ્ટ ઓપરાહ અમેરિકન મહિલાઓ વિશે ભારતીયોની સામાન્ય ધારણા વિશે વાત કરી હતી અને આ જ દરમિયાન તેમણે ઐશ્વર્યાને પૂછ્યું કે ભારતીયોને એવું લાગે છે કે અમેરિકામાં સૌથી વધારે ડિવોર્સ થાય છે? જેના જવાબમાં ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે ઓહ… આના પર ચર્ચા કરી શકાય એમ છે. 

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024