- ભાજપને હંફાવનાર આ મુખ્યમંત્રી સામે ત્રીજી વખત મોદી નિષ્ફળ
- ટીએમસીએ તમામ ચારેય બેઠક જીતી
- રાયગંજ સીટ પર ટીએમસીની રણનીતિ કામ કરી ગઈ
- ચાર બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં મમતા બેનર્જીની ટીએમસીએ ફરી ભાજપને પછાડ્યું
પશ્ચિમ બંગાળમાં ભાજપને સતત ત્રીજી વખત ઝટકો, 2021ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ભાજપને લોકસભા ચૂંટણીમાં પણ ઝટકો લાગ્યો હતો અને તેની સીટો 2019 કરતા ઓછી થઈ ગઈ હતી. હવે ચાર બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં મમતા બેનર્જીની ટીએમસીએ ફરી ભાજપને પછાડ્યું. છે..
ટીએમસીએ તમામ ચારેય બેઠક જીતી
ટીએમસીના ઉમેદવારોએ તમામ ચાર બેઠકો જીતી હતી. મોટાભાગની સીટો પર મોટા માર્જિનથી જીતી હતી. હાર્યા બાદ અકળાયેલા ભાજપે ચૂંટણીમાં ગોટાળા અને પક્ષપાતના આક્ષેપો કર્યા હતા અને કહ્યું કે અમે આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.
ટીએમસીના સુપ્તિ પાંડેએ કોલકાતાની માણિકતલા સીટ પર 62,312 મતોથી જીત મેળવી છે. તેમણે ભાજપના કલ્યાણ ચૌબેને હરાવ્યા હતા. આ પહેલા પાંડેના પતિ સાધન પાંડે આ બેઠક પરથી ત્રણ વખત જીત્યા હતા. તેમણે 2011, 2016 અને 2021માં સતત ચૂંટણી જીતી હતી. જો કે આ વખતે જીતના માર્જિનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સાધન પાંડેના અવસાન બાદ આ બેઠક પર ફરી ચૂંટણી યોજાઈ હતી. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે સુપ્તિ પાંડેને તેમના પતિના નિધનની સહાનુભૂતિ મળી તે મોટા માર્જિનથી જીતી ગયા.