ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)માં છેલ્લા 9 મહિનાથી ફસાયેલાં સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોરના પૃથ્વી પર પાછા ફરવા માટે સખુબ જ મહેનત કરી રહ્યું છે અને હવે તે માટે પરત લાવવા તખ્તો તૈયાર છે. વિશ્વના સૌથી ધનિક એવા એલન મસ્કની કંપની સ્પેસએક્સનું અવકાશયાન ડ્રેગન ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડાઈ ગયું છે અને ત્રણ દિવસ પછી એટલે કે 19 માર્ચે સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરને લઈને પાછું પૃથ્વી પર આવવા રવાના થશે.
ડ્રેગન અવકાશયાનમાં ક્રુ-10ના ચાર સભ્યો પણ સહીસલામત ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચી ગયા છે.
નાસાના અવકાશયાત્રી નિકોલ એયર્સ, રશિયાના કિરિલ પેસ્કોવ, યુનાઇટેડ સ્ટેટ્સના એન મેકક્લેન અને જાપાનનાં ટાકુયા ઓનિશી હવે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમા રોકાશે જ્યારે સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોરની સાથે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રોકાયેલા નિક હેગ અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પાછા આવવાના છે.
આમ ડ્રેગન ચાર અવકાશયાત્રીને સ્પેસ સ્ટેશન પર મૂકીને અને ચાર અવકાશયાત્રીને લઈને પૃથ્વી પર પાછું આવશે.