CBI
તામિલનાડુમાં CBI ની કસ્ટડીમાંથી 102 કિલો સોનું ગાયબ થઇ જવાની ઘટના બની છે. આ મામલામાં સીબીઆઇની સ્થાનિક પોલીસને આ આખી ઘટનાની તપાસ નહીં કરાવવાની અરજી મદ્રાસ હાઇકોર્ટે ફગાવી દીધી હતી. સીબીઆઇએ રાષ્ટ્રીય કક્ષાની સીબીઆઇ અથવા નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી દ્વારા તપાસ કરાવવાની વિનંતી કોર્ટમાં કરી હતી.
જસ્ટિસ પી એન પ્રકાશે જવાબમાં કહ્યું કે કાયદો અમને એમ કરવાની છૂટ આપતો નથી. તમારે પોલીસ તંત્ર પર ભરોસો રાખવો જોઇએ. સ્થાનિક પોલીસ સીબીઆઇની તપાસ ન કરી શકે એવી માન્યતા ખોટી છે. હાઇકોર્ટે સીબી-સીઆઇડીને આ કેસની એફઆઇઆર નોઁધવાનો આદેશ આપ્યો હતો.
આ પણ જુઓ : ખાનગી હોસ્પિટલોમાં કોરોના સારવારના દરમાં ઘટાડો કરાયો
કોર્ટે કહ્યું કે આ સીબીઆઇની અગ્નિપરીક્ષા છે. આમાં અમે કશું કરી શકીએ એમ નથી. સીતામાતાની જેમ તમારા હાથ સ્વચ્છ હશે તો તમારે ચિંતા કરવાનું કોઇ કારણ નથી. તમારા હાથ ખરડાયેલા હશે તો તમારે જવાબ આપવો પડશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.