Suicide
દિલ્હીની પાસે આવેલાં હરિયાણાના ફરીયાબાદમાં એક 12 વર્ષની બાળકીને પ્રેમમાં દગો તેને ગળે ફાસો ખાઈ આપઘાત (Suicide) કર્યો છે. જો કે, આ વાતનો ખુલાસો બાળકીની સુસાઈડ નોટથી થયો છે. અત્યારે આ બાબતે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તેમજ આ કિસ્સાથી માતા-પિતા સહિત સમગ્ર સમાજને હચમચાવી નાખ્યો છે.
આ ઘટનાની મળતી માહિતી મુજબ, હરિયાણાના ફરીદાબાદના વલ્લભગઢ વિસ્તારમાં 12 વર્ષની બાળકી પોતાના પરિવાર સાથે રહેતી હતી. તે પાડોશમાં રહેતાં તેના જેટલી જ ઉંમરના એક બાળકને પ્રેમ કરતી હતી. પરંતુ તે બાળક અન્ય કોઈ છોકરીને પ્રેમ કરતો હતો. તો આ વાતથી બાળકી ખુબ જ દુઃખી થઈ હતી. આ રીતે પ્રેમમાં દગો મળતાં બાળકીએ ગળેફાંસો ખાઈને આપઘાત (Suicide) કર્યો હતો.
- E-Gopala App: ખેડૂતોની મદદ માટે PM મોદીએ લૉન્ચ કરી આ એપ
- Paresh Rawal બન્યા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના નવા ચેરમેન
આ ઉપરાંત બાળકીએ સુસાઈડ (Suicide) નોટમાં લખ્યું કે, મારી મોતનો જવાબદાર પાડોશમાં રહેતો છોકરો છે. હું તેને પ્રેમ કરતી હતી. જ્યારે તે બીજી કોઈ છોકરીને પ્રેમ કરતો હતો. તેણે મને દગો આપ્યો છે. અને આ જ કારણે હું મારો જીવ આપી રહું છું. તો અંતમાં તેણે લખ્યું કે, મમ્મી-પપ્પા મને માફ કરજો. આ ઉપરાંત પોતાના મોત માટે તેણે ભગવાનને પણ દોષી ગણાવ્યા હતા.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.