15 August
PM નરેન્દ્ર મોદી શનિવાર, આજે લાલ કિલ્લા પરથી સાતમી વખત સ્વતંત્રતા દિનની (15 August) ઉજવણી નિમિત્તે ધ્વજ ફરકાવીને દેશને સંબોધન કર્યું છે. રક્ષા મંત્રાલયનાં નિવેદન પ્રમાણે, વડાપ્રધાનને સલામી આપનારા ગાર્ડ ઓફ ઓનરમાં આર્મી, નેવી અને દિલ્હી પોલીસનાં એક એક અધિકારી અને 24 જવાન સામેલ રહ્યા હતા.
આ બાદ પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતા કહ્યું હતું કે, કોરોનાની વેક્સીનનું દેશમાં એક સાથે ત્રણ જગ્યાએ કામ ચાલી રહ્યું છે. કોરોનાની વેક્સીનનું કામ ઝડપી ચાલી રહ્યું છે.
પીએમ નરેન્દ્ર મોદી કહ્યું હતું કે, કોરોના મહામારીના આ સમયમાં પોતાના જીવનની ચિંતા કર્યાં વગર આપણાં દેશના ડોક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ કર્મચારી, સફાઈ કર્મચારી, પોલીસ કર્મચારી, સેવા કર્મી સહિત અનેક લોકો 24 કલાક સતત કામ કરી રહ્યાં છે. હું તેમનો આભાર વ્યક્ત કરું છું.
15 August ના રોજ PM મોદીએ વધુમાં જણાવ્યું કે, કોરોના સંકટમાં આપણે જોયું કે, દુનિયામાં કેટલી મુશ્કેલીઓ આવી રહી છે. આ દેશમાં N-95 માસ્ક નહોતા બનતા, PPE કીટ નહોતી બનતી, વેન્ટીલેટર નહોતા બનતા, તે હવે બનવા લાગ્યા છે. આત્મનિર્ભર ભારત દુનિયાની કેવી રીતે મદદ કરી શકે છે, એ આજે આપણે જોઈ શકીએ છીએ. ઘણું બધુ થયું છે.
આઝાદ ભારતની માનસિકતા શું હોવી જોઈએ. વોકલ ફોર લોકલ. સ્થાનિક ઉત્પાદનોનું ગૌરવ કરવું જોઈએ. આવું નહીં કરીએ તો તેમની હિંમત કેવી રીતે વધશે. આપણે મળીને સંકલ્પ લેવો જોઈએ કે 75 વર્ષની તરફ આગળ વધી રહ્યા છીએ તો વોકલ ફોર લોકલનો મંત્ર અપનાવીશું.
પીએમ નરેન્દ્ર મોદી જણાવ્યું કે, આજે આઝાદીના આટલા વર્ષ બાદ ભારત માટે પણ આત્મનિર્ભર બનવું જરૂરી છે. જે પરિવાર માટે જરૂરી છે, તે દેશ માટે પણ જરૂરી છે. ભારત આ સપનાને પૂરું પણ કરશે. મને આ દેશના સામર્થ્ય, પ્રતિભા પર ગર્વ છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.