Srinagar
ગુરુવારે જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર (Srinagar) નજીક સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ. આ અથડાણમાં ભારતીય જવાનોએ 3 આતંકીઓને ઠાર કર્યા.
જમ્મુ કાશ્મીર પોલીસ વડા દિલબાગસિંહે કહ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીર પોલીસે 3 આતંકીઓને ઢાળી દીધા છે. આ દરમિયાન એક નાગરિકનુ ક્રોસ ફાયરિંગમાં મોત થયુ છે. શ્રીનગર નજીક આ વર્ષે 16 આતંકવાદીઓ અત્યાર સુધીમાં મોતને ભેટી ચુક્યા છે.જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે 177 આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે. કાશ્મીર ખીણ વિસ્તારમાં અત્યાર સુધીમાં 72 સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે.
આ પણ જુઓ : રક્ષામંત્રી રાજનાથ સિંહ અને CM રૂપાણીએ PMને શુભકામનાઓ પાઠવી કહ્યું…
તેમણે કહ્યુ હતુ કે, મરનારા ઘણા આતંકીઓનુ કનેક્શન પાકિસ્તાન સાથે પણ હતુ. કલમ 370 હટાવાયા બાદ સુરક્ષાદળોએ ખીણમાંથી આતંકનો સફાયો કરવા માટે કમર કસી છે. જેના ભાગરુપે આજે પણ થયેલા એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓએ જીવ ગુમાવ્યો હતો.ગઈકાલે મધરાતથી શરુ થયેલુ ઓપરેશન આજે સવાર સુધી ચાલ્યુ હતુ.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.