22-23 August
બંગાળની ખાડી પર એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગના મતે આ સિસ્ટમ 22 અને 23 ઓગસ્ટે (22-23 August) રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે.
હવામાન વિભાગે 22મી અને 23 ઓગસ્ટે (22-23 August) દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે. તો 22 ઓગસ્ટે પોરબંદર અને મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે. જે 23 ઓગસ્ટે તેની અસર દેખાડવાનું શરૂ કરશે. તેમજ ગુજરાતના માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે.
અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો સરેરાશ 85 ટકા વરસાદ વરસ્યો છે. પરંતુ રાજ્યના 7 તાલુકા હજુ પણ એવા છે જ્યાં વરસાદની ઘટ છે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 10 તાલુકા એવા છે જ્યાં અતિવૃષ્ટિ થતાં ખેતરોમાં પાણી ભરાયેલાં છે અને ખેડૂતોને ચોમાસુ સિઝનમાં નુકસાનની આશંકા છે.
હવામાન વિભાગ પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ત્યારબાદ 25 તારીખ પછી વરસાદનું જોર ઘટી શકે છે. પરંતુ 23 તારીખ બાદ વધુ એક સિસ્ટમ સક્રિય થવાની આશંકા છે. જેને લીધે આવનારા સમયમાં રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.