પાટણ : IPL ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતાં 3 શખ્સો ઝડપ્યા, બાકીના 3 ફરાર

પોસ્ટ કેવી લાગી?

IPL 2023 : ઈન્ડિયન પ્રિમિયર લીગ ટી-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડા માટે બુકી-પન્ટરોએ મકાનો-ઓફિસો ભાડે રાખી અખાડા શરૂ કરી દીધા છે. ત્યારે પોલીસે પણ હવે આવા બુકીઓ ઉપર તવાઈ બોલાવાનું શરૂ કરી દીધું હોય પાટણ એલસીબી પોલીસે IPL મેચ ઉપર અઘાર ખાતે શનિવારે રાતે ક્રિકેટનો સટ્ટો (cricket satta) રમાડતાં હોવાની બાતમી આધારે ત્રણ શખ્સો ઝડપ્યા અને ત્રણ ફરાર થઇ ગયા હતા.

પાટણ તાલુકાના અઘાર ગામની સીમમાં આવેલ બનાવેલા મકાનમાં ટીવી મારફતે ત્રણ શખ્સો ક્રિકેટ મેચ ના સટ્ટા રમાતા હોય બાતમી આધારે શનિવારે રાત્રે પાટણ એલસીબી ટીમ રેડ કરી હતી આ રેડ દરમિયાન લાઈવ પ્રસારણ રાજસ્થાન રોયલ (RR) અને દિલ્હી કેપિટલ (DC) વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ રહી હતી.

આ દરમિયાન મોબાઈલ ફોન ઉપર ક્રિકેટ નો સટ્ટો લખાવવા માટે અવારનવાર ફોન ચાલુ ને ચાલુ હતા તેવી હાલતમાં પરમાર જીગ્નેશ કુમાર નગીનભાઈ રહે.ભોયણ, પઢિયાર માળી હરેશકુમાર ચેલાભાઈ રહે.ડીસા અને પરમાર ઠાકોર સનીકુમાર અર્જુનભાઈ રહે.ડીસાને 8 મોબાઈલ કિંમત રૂ. 1,52,000 તેમજ એક સેટઅપ બોક્સ સાથે ટીવી જેની કિંમત રૂ.10,000 અને રોકડ રૂ.3650 મળી કુલ રૂ.1,65,650 સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા.

તેઓની પૂછપરછ કરતા આ ગુનામાં સંકળાયેલા ઠાકોર વિક્રમજી બચુજી રહે. અઘાર, ઠક્કર ધવલભાઇ રહે.ડીસા અને ઠાકોર ટીનાજી રહે.ડીસા ત્રણે ફરાર થઈ ગયા હતા. આ અંગે પાટણ એલસીબી પોલીસે સરસ્વતી પોલીસ મથકે છ શખ્સો સામે જુગાર અટકાયતી અધિનિયમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ અધિકારી પીએસઆઇ વી.એન.પંડ્યા એ હાથ ધરી હતી.

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

 • Health Insurance
 • Motor Insurance
 • Travel Insurance
 • Property Insurance
 • Commercial Insurance
 • Asset Insurance
 • Pet Insurance
 • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

 • Term Insurance
 • Whole Life Insurance
 • Endowment Policy
 • Money Back Policy
 • Pension Plan
 • Unit Linked Insurance Plans
 • Child Plans

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures