New Strain

બ્રિટનથી પરત આવેલા લોકો પૈકી 6 લોકોના સેમ્પલ યૂકે વેરિયન્ટ જિનોમની સાથે પોઝિટિવ (New Strain) હોવાનું સામે આવ્યું છે. તમામ સંક્રમિતોને રાજ્ય સરકારો દ્વારા ડેડિકેટેડ મેડિકલ ફેસિલિટીમાં આઇસોલેટ રાખવામાં આવ્યા છે. તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ ક્વૉરન્ટિન કરી દેવામાં આવ્યા છે.

સંક્રમિતોમાંથી 3 નિમહંસ બેંગલુરુ, 2 સીસીએમબી હૈદરાબાદ અને 1 એનઆઇવી પુણેમાં દાખલ છે. સંક્રમિત લોકો સાથે મુસાફરી કરનારા, પારિવારિક સંપર્કો અને અન્ય લોકો માટે ટેસ્ટિંગ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. અન્ય સેમ્પલને પણ જિનોમ સીક્વન્સિંગ હોઈ શકે છે.

આ પણ જુઓ : ઔડી કારે બાળકને કચડી નાખ્યો, હૃદય ધ્રુજાવી દે તેવા CCTV ફૂટેજ

મીડિયા રિપોર્ટ્સ મુજબ, 25 નવેમ્બરથી 23 ડિસેમ્બરની વચ્ચે કુલ 33 હજાર મુસાફરો યૂકેથી ભારતના અલગ-અલગ એરપોર્ટ પર આવ્યા હતા. જેમાંથી અત્યાર સુધી 114 કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. તેમના સેમ્પલને જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવતા 6 દર્દીઓમાં નવો સ્ટ્રેન જોવા મળ્યો છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024