મિત્રો તમને ઘણી વખત હેડકી (Hiccups) આવતી જ હશે, ત્યારે તમે શું કરો છો ? લગભગ તો બધા લોકો પાણી પીવે છે અને હેડકી બંધ થઈ જાય છે. પણ ઘણા લોકોને તો પણ હેડકી (Hiccups) બંધ નથી થતી. ત્યારે લોકો એમ કહે છે કે, કોઈ યાદ કરતું હશે. અને થોડીવાર પછી હેડકી (Hiccups) બંધ થઈ જાય છે. પણ કેટલાક એવા ઘરેલું ઉપાયો છે તેનાથી તમારી હેડકી (Hiccups) બંધ થઈ જાય છે. ઘણી વખત અચાનક જ બેઠા બેઠા હેડકી (Hiccups) શરૂ થઈ જાય છે કારણ ભલે ગમે તે હોય પણ તેને રોકવાના ઘણા ઉપાયો છે. જેના વિશે આપણે જાણકરી મેળવીશું.
બધા લોકોને અકસર હેડકી આવે છે. જો કે હેડકી તેની જાતે જ બંધ થઈ જાય છે. પણ ઘણી વખત તેનાથી ઘણી અસહજતા અનુભવનો થાય છે. તેનાથી આપણને વાત કરવામાં અને ખાવામાં મુશ્કેલી થાય છે. એક ગ્લાસ પાણીની સાથે ખાંડનું સેવન કરવાથી હેડકી બંધ થઈ જાય છે. આ સિવાય પણ હેડકી બંધ કરવાના ઘણા ઉપાયો છે.
જો કે ઘરેલું ઉપચારની અસરકારકતાનો કોઈ પ્રમાણ નથી. પણ હેડકી બંધ કરવા માટે ઘરેલું ઉપચારનો પ્રાચીન સમયથી ઉપયોગ થાય છે. તેમાંથી ઘણા ઉપાયો ડાયફ્રામથી જોડાયેલ ફ્રેનીક નર્વને ઉત્તેજિત કરે છે. ચાલો જાણી લઈએ હેડકી બંધ કરવાના ઘરેલું ઉપાયો વિશે.
હેડકી આવવાના કારણો : હેડકી ત્યારે આવે છે જ્યારે ડાયાફ્રામમાં અસામાન્ય રૂપથી એઠન થવા લાગે છે. ડાયાફ્રામ એક મોટી માંસપેશી હોય છે, જે શ્વાસ લેવામાં અને શ્વાસ છોડવામાં મદદ કરે છે. જ્યારે તે સંકોચાય છે, તો આપણે અચાનક શ્વાસ લઈએ છીએ, અને વોકલ કોડ બંધ થઈ જાય છે. જેનાથી એક વિશિષ્ટ ધ્વની ઉત્પન્ન થાય છે. હેડકી સામાન્ય રીતે જીવનશૈલીથી જોડાયેલ કારણોમાં વધુ અને ઝડપથી ખાવું, કાર્બોનેટેડ પેય, મસાલેદાર ભોજન, તણાવ, ઉત્તેજના, શરાબનું સેવન, વગેરે કારણો હોય શકે છે. તો હવે જાણીએ હેડકી બંધ કરવાના ઘરેલું ઉપાયો વિશે :
બરફનું પાણી પીવું : હેડકી આવવા પર બરફનું પાણી પીવું જોઈએ. આ વેગસ નર્વને ઉત્તેજિત કરે છે અને રાહત આપે છે. બરફનું પાણી પીવાથી થોડા સમયમાં જ હેડકી બંધ થઈ જાય છે.
નવશેકું પાણી પીવો : એવું માનવામાં આવે છે કે, એક ગ્લાસ પાણી એટલે કે થોડું નવશેકું ગરમ પાણી પીવાથી હેડકી બંધ થઈ જાય છે. આ હેડકી બંધ કરવા માટે એક સામાન્ય ઘરેલું ઉપાય છે. એક ગ્લાસ ગરમ પાણીને એક સાફ રૂમાલ અથવા ટુવાલમાં કવર કરી લો. પછી તેનાથી ધીમે ધીમે પાણી પીવો. તેનાથી ઘણી રાહત મળશે.
પોતાની હથેળીને દબાવો : પોતાના અંગુઠાનો ઉપયોગ કરીને પોતાના બીજા હાથની હથેળી પર દબાણ કરો. પણ યાદ રાખો કે આ દબાણ બહુ વધુ ન હોય.
એક ચમચી ખાંડ ખાવ : ખાંડ ખાવાથી તમારી કેલેરી વધી શકે છે પણ આ હેડકીથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. એક ચમચી ખાંડને ચાવીને અથવા એક ગ્લાસ પાણીમાં ખાંડ મિક્સ કરીને પીવો.
બરફ ચૂસો : મધ્યમ આકારનો એક બરફનો ટુકડો લો અને ત્યાં સુધી ચૂસો જ્યાં સુધી આ ઓગળીને નાનો ન થઈ જાય. ત્યાર પછી બરફને ગળી જાવ. આ સિવાય બરફના પાણીથી 30 સેકેંડ સુધી કોગળા કરવાથી પણ હેડકી બંધ થઈ જાય છે.
લીંબુ ચૂસો : લીંબુનો એક ટુકડો લો અને તેમાં મીઠું નાખીને તેને ચૂસો. ત્યાર પછી સાદા પાણીથી મોઢું ધોઈ નાખો. તેનાથી તમારા દાંત સાઇટ્રિક એસિડના પ્રભાવથી બચી જશે. એટલું જ નહિ હેડકીથી છુટકારો મેળવવા માટે તમે પોતાની જીભ લીંબુના રસના એક ટીપાથી પણ સ્વાદ લઈ શકો છો.
પોતાના ડાયાફ્રામ દબાવો : તમારો ડાયાફ્રામ તમારા ફેફસાને તમારા પેટથી અલગ કરે છે. પોતાના હાથનો ઉપયોગ કરીને તમે ઉરોસ્થિને ઠીક નીચેના ભાગ પર દબાણ કરો. આમ હેડકી આવવા પર તમને અસહજતાનો અનુભવ થાય છે પણ તેને તમે ઘરેલું ઉપચાર વડે દુર કરી શકો છો.