Banaskantha News : બનાસકાંઠામાં પણ નરાધમે 9 વર્ષની માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવી. બનાસકાંઠાના પાલનપુરમાં શ્રમજીવી પરિવારની બાળકી પર ભાગીદારે જ ખેતરમાં દુષ્કર્મ (Raped) આચર્યું. જો કે બાળકીએ બૂમાબૂમ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા. પરંતુ હવસખોર હેવાન ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં સતત દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોપીઓને પોલીસનો ડર કે ખોફ રહ્યો નથી. પાલનપુર તાલુકાના હસનપુરમાં હવસ ભૂખ્યા નરાધમે 9 વર્ષની બાળકી ઉપર આચર્યું દુષ્કર્મ આચર્યું હતું. શ્રમજીવી પરિવારની 9 વર્ષની બાળકી ખેતરમાં રમી રહી હતી ત્યારે બાજુના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા નરાધમે બાળકી ઉપર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.

ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી અને બાળકીના પરિવારે આરોપી નરાધમ રાવતાભાઈ ખોખરીયા સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024