• કોરોનાએ અત્યારે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાને લઇ અગમચેતીનાં પગલાંરૂપે વિદેશથી આવતા લોકોનું આરોગ્ય વિભાગ દ્વારા ઓબ્ઝર્વેશન થઇ રહ્યું છે.
  • મહેસાણામાં 11, પાટણમાં 53 લોકો ઓબ્ઝર્વેશન હેઠળ.
  • કોરોના વાયરસને નાથવા અગમચેતીના પગલાંરૂપે વિદેશથી આવતા લોકોનું સતત ઓબ્ઝર્વેશન થઇ રહ્યું છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં ત્રણ લોકોને શંકાસ્પદ કોરોનાનાં લક્ષણો જણાતાં આરોગ્ય વિભાગ દોડતો થઇ ગયો છે.
  • મલેશિયાથી પાછા આવેલા પાટણના યુવકને બુધવારે ધારપુર આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી લોહીના સેમ્પલ અમદાવાદ લેબમાં મોકલી અપાયા હતા. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તો ઈન્ડોનેશિયાથી પાલનપુર આવેલો શંકાસ્પદ દર્દી વારંવાર ભાગી જતાં પોલીસે પકડીને ડીસા કોરોન્ટાઇન વોર્ડમાં ભરતી કરાવ્યો હતો. તો કડાણા તાલુકાના યુવકને શંકાસ્પદ કોરોના વાઈરસના લક્ષણો જણાતાં તેને મોડાસા હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
  • પાટણ શહેરમાં ગત 13 માર્ચે મેલેશિયાથી ઘરે આવેલા મીરા દરવાજા વિસ્તારમાં રહેતા 31 વર્ષના યુવકને વાયરલ ઇન્ફેકશનની અસર લાગતાં શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયો હતો, ત્યારે તેનામાં કોરોનાનાં લક્ષણો જણાતાં અને વિદેશથી આવ્યા હોઇ ડોકટરોની ટીમે સાૈપ્રથમ કોરોના વોર્ડમાં લઇ જઇ આરોગ્ય વિભાગને જાણ કરી તરત જ મેડિકલ ચેકઅપ માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં આઇસોલેશન વોર્ડમાં ભરતી કરી તેમના સેમ્પલ લઇ અમદાવાદ ખાતે મોકલી અપાયા હતા. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું રાત્રે આરએમઓ હિતેશ ગોસ્વામીએ જણાવ્યું હતું.
  • પાટણ શહેરમાં આ પહેલો શંકાસ્પદ કેસ છે. જિલ્લામાં વિદેશથી આવેલા 72 પૈકી 53 લોકો હાલ ઓબ્ઝર્વેશન હેઠળ છે.
  • મહેસાણા સિવિલના ટ્રોમા સેન્ટરમાં પ્રવેશનાર યુવાને હાજર મેડિકલ ઓફિસર સમક્ષ પોતે ચીનમાં મેડિકલના ચોથા વર્ષમાં અભ્યાસ કરતો હોવાનું અને તેને શરદી, ખાંસી હોવાનું કહેતાં જ મેડિકલ ઓફિસરે તેને કેસ કઢાવવાનું કહી તાત્કાલિક આરએમઓ અને ફિજિશિયનને જાણ કરતાં તેઓ અહીં દોડી આવ્યા હતા અને આ યુવાનને તાત્કાલિક આઇસોલેશન વોર્ડમાં લઇ જઇ સારવારના ભાગરૂપે બ્લડ સહિતના સેમ્પલ લેવાની કાર્યવાહી કરતાંની સાથે જ હાજર ર્ડો. આ મોકડ્રીલ હોવાનું કહેતાં હાજર સ્ટાફે હાશકારો અનુભવ્યો હતો. આ અંગે ર્ડો. જણાવ્યું હતું કે, કોરોના વાઇરસ સંબંધે અપાયેલી ટ્રેનિંગ અને સ્ટાફ પ્રોટોકોલ મુજબ ચાલે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024