અત્યારે યોગ્ય રીતે દાંત ની સફાઈ ન કરવાથી દાંત પીળા અને ડાઘવાળા થઇ જાય છે.
પીળા દાંતને મોતી જેવા સફેદ દાતણનો ઉપયોગ કરો.કારણકે ટૂથપેસ્ટમાં રહેલાં કેમિકલ્સથી દાંતને નુકશાન થઈ શકે છે
દાંત સાફ કરવા માટે હમેશાં દાતણનો ઉપયોગ કરો. અને જો દાતણ ન મળે તો દંતમંજનનો ઉપયોગ કરવો. પરંતુ કોઈપણ મોંઘી ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો નહીં. ટૂથપેસ્ટમાં કેમિકલ્સ હોય છે જેનાથી દાંતને નુકશાન થઈ શકે છે, અને સાથે સાથે તેનાથી પેઢાંને પણ નુકસાન થતું હોય છે.
- લીમડાનું દાતણ, બોરનું દાતણ અથવા તો બાવળના દાતણને પણ ઉપયોગમાં લઈ શકો છો.
- ઘરે જ દંતમંજન બનાવવા માટે હળદર લઈ તેમાં થોડું સરસિયાનું તેલ અને સહેજ મીઠું મિક્સ કરીને રોજ સવારે તેનાથી દાંત ઘસો. જેનાથી દાંતના ડાઘા પણ ઝડપથી દૂર થાય છે.
- આ ઉપાયથી દાંત એકદમ સાફ થઈ જશે.
લીંબુનો રસ કાઢી તેની છાલના અંદરનો ભાગ પલટી તેની પર મીઠું લગાવી તેને દાંત પર ઘસો. લીંબુની છાલમાં એસિડિક હોય છે જેનાથી દાંત એકદમ ચોખ્ખા થઈ જશે અને દાંત અને પેઢાના રોગો સામે પણ રક્ષણ મળશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News