- સિદઘપુર નગરની મિઠાઈ ફરસાણની દુકાનો લોકડાઉનના કારણે છેલ્લા ૩૬ દિવસથી બંધ દુકાનોમાં પડી રહેલા મિઠાઈ અને ફરસાણના વાસી અને અખાદ્ય જથ્થાનો નાશ કરવા પાટણ જીલ્લા ખોરાક અને ઓષઘ નિયમન તંત્ર.પાટણ ના ફુડ સેફ્ટી ઓફિસર મેહુલ.એમ. પટેલ. ઉમંગ એચ. રાવલ અને સિદ્ધપુર નગર પાલીકા ના સેનેટરી ઈન્સપેકટર સેવંતીલાલ પરમાર ગુમાસ્ત ધારા ઈન્સપેકટર કિતિઁભાઈ પટેલ.તથા બલસારાભાઈ.નગરપાલિકા ટીમ.તેમજ ગ્રાહક સુરક્ષા. સિદઘપુર ના નિયામકશ્રી એમ. પી. ઠાકોર વગેરે ની સૈયુક્ત ટીમ દ્વારા મીઠાઈ ફરસાણ ની ૨૫ એકમ દુકાનો ખોલાવી સઘન તપાસ હાથ ધરી દુકાનો માંથી આશરે ૬૦૦ કિલો અખાદ્ય મીઠાઈ ફરસાણ અંદાજીત કિંમત રુપિયા ૯૦ં.૦૦૦/ ના માલ નો નાશ કરવા માં આવ્યો હતો..
- સિદઘપુરમાં તંત્ર દ્વારા અખાદ્ય મીઠાઈ ફરસાણ નો નાશ કરવા મિઠાઈ ફરસાણ એસોસિએશન ના પ્રમુખ આત્મારામ પટેલ અને નારી ભાઈ નો મીઠાઈ ફરસાણ ના વેપારી એકમો ની લોકડાઉન માં બંધ દુકાનો વેપારીઓને બોલાવી ખોલાવવા સારો સહયોગ મળ્યો હતો..
- સિદઘપુર નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા કોઈ વેપારી વાસી અખાદ્ય માલ વેચે નહી તે માટે સતર્કતા રાખવામાં આવી રહી છે. અને સૂચના છતાં કોઈ વેપારી માલ વેચતો માલુમ પડેશે તો મોટો દંડ ફટકારવામાં આવી રહ્યો છે
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવો PTN News