પાટણ શહેરનું ખાનસરોવર આત્મહત્યાનું એપી સેન્ટર બની ગયું છે. ખાનસરોવરમાં એક યુવકે ઝપલાવ્યું હતું, એક આશાસ્પદ યુવાને કોઈ અગમ્ય કારણોસર ખાનસરોવરના ધસમસતા પાણીમાં ઝંપલાયુ.
શનિવારના રોજ પાટણ શહેરના ખાન સરોવરમાં (Khan Sarovar) એક આશાસ્પદ યુવાને મોતની છલાંગ લગાવતા ચકચાર મચી જવા પામી હતી. સરોવરથી 500 મીટર દૂર વૃક્ષ નીચે કોર્પોરેટર સહિત બેઠેલા યુવકોના ટોળામાંથી એક યુવકની નજર સરોવરમાં પડી હતી. સરોવરમાં યુવક ડૂબતો દેખાતા તેને બચાવવા માટે દોડ લગાવી હતી. ત્યાં સુધીમાં યુવક પાણીની અંદર ડૂબી ગયો હતો છતાં યુવકને બચાવવા માટે સ્થાનિક એક યુવકે પાણીની અંદર છલાંગ લગાવી તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ મળી આવ્યો ન હતો.
જેથી કોર્પોરેટર દેવચંદ ભાઈ પટેલે બચાવવા માટે તાત્કાલિક નગરપાલિકાના ફાયર ફાઈટર વિભાગને જાણ કરતા ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બોટ અને તરવૈયાની ટીમ દ્વારા અંદર શોધખોળ હાથ ધરી હતી. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. દિવસ ભર શોધખોળ બાદ પણ લાસ મળી ન હતી. બીજા દિવસે યુવકની લાશ મળી હતી.
પાટણ શહેરના સુભાષચોક નજીક આવેલ શ્રીનગર સોસાયટીમાં રહેતા અને શહેરના ટેલીફોન એક્સચેન્જ નજીક આવેલ સ્ટર્લીંગ પાર્ક નજીકના કોમ્પ્લેક્સમાં દરજી કામની દુકાન ધરાવતા લવ રાકેશભાઈ દરજી ઉમર વર્ષ 24 શનિવારની બપોરે પોતાના ઘરેથી જમીને એક્ટિવા લઈ દુકાને જવા નીકળ્યો હતો, જે બાદ સિદ્ધિ સરોવરમાં કોઈ કારણોસર પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી.