BTP
- તાજેતરમાં જ ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી.
- આ રાજ્યસભાની ચૂંટણીનો BTP એ પોતાની માંગણીઓ પુરી થઈ ન હોવાના આક્ષેપ સાથે બહિષ્કાર કર્યો હતો.
- જો કે આ ચૂંટણીમાં ભાજપે 3 અને કોંગ્રેસે 1 બેઠક પર જીત મેળવી હતી.
- રાજ્યસભા ચૂંટણી સમાપ્ત થયા બાદ કોંગ્રેસે BTP એ મતદાન ન કરી ભાજપને ફાયદો કરાવ્યો હોવાના ગંભીર આક્ષેપ લગાવ્યા હતા.
- ત્યારે હવે BTP ના MLA પિતા-પુત્ર છોટુ વસાવા અને મહેશ વસાવાએ પોતાના જીવને જોખમ હોવાની દેહસત વ્યક્ત કરી રાષ્ટ્રપતિને સુરક્ષાની માંગ કરતો પત્ર લખ્યો છે.
- BTP ના બન્ને ધારાસભ્યોએ રાષ્ટ્રપતિને પત્ર લખીને સુરક્ષા વધારવા માટે માંગ કરાઈ છે.
- BTPના ધારાસભ્ય છોટુ વસાવા અને મહેશ વસાવાએ દેશના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને સુરક્ષા વધારવા માટે એક પત્ર લખ્યો છે.
- બન્ને ધારાસભ્યોએ સ્થાનિક વિપક્ષ પાર્ટીના નેતાઓ વિરોધ કરતાં હોવાથી તેમના પર હુમલોની આશંકાએ સુરક્ષાની માંગ કરી છે.
- સ્થાનિક વિપક્ષ પાર્ટીના નેતાઓ અને તેમના આદિવાસી આગેવાનોનો પણ ડર હોવાની વાત કરી પત્રમાં કરાઈ છે.
- પોલીસ અને પ્રશાસન દ્વારા પણ ખોટા કારણો ઉભા કરી ફરજી એન્કાઉન્ટરની કોશિશ કરી હતી, તેવું ભવિષ્યમાં બની શકે છે તેવી શક્યતાઓ પત્રમાં દર્શાવવામાં આવી છે.
- આ સિવાય પત્રમાં પોતાને જીવની જોખમ હોવાનું લખ્યું છે.
- FIFA U-17 વુમન ફૂટબોલ વર્લ્ડ કપ અમદાવાદમાં યોજાશે : CM રૂપાણી
- Cyber attack : ચીની હેકરોએ 5 દિવસમાં ભારત પર 40,000 સાયબર એટેકનો કર્યો પ્રયાસ
- Mexico : 4.4 ની તીવ્રતાના ભૂકંપથી સેંકડો ઘરોને નુકસાન
- BTPના ધારાસભ્ય છોટુ વસાવા અને મહેશ વસાવાએ પત્રમાં લખ્યું છે કે, ગુજરાતમાં 19 જૂનના રોજ રાજ્યસભાની ચૂંટણીમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ અનુસૂચી-5ના અમલ અને આદિવાસીઓના સંવૈધાનિક અધિકારોના અમલ ના થવાના કારણે મતદાનનો બહિષ્કાર કર્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે.
- વધુમાં તેઓએ પત્રમાં જણાવ્યું છે કે, ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઇ અમરસિંહ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ વસાવા કેટલાય વર્ષોથી સામાજિક ન્યાય માટે અવાજ ઉઠાવી રહ્યા છે.
- સમાજમાં વર્ગ વિગ્રહ જેવો માહોલ વધી રહ્યો છે
- અસમાનતાને કારણે સામંતવાદી તાકાતને વધારો કરવાવાળા લોકોને સામાજિક એકતા પસંદ નથી.
- જેના કારણે સામાજિક વિઘટન થઇ રહ્યું છે. દેશમાં શાંતિનો માહોલ થવો જરૂરી છે.
- તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ ફેક એન્કાઉન્ટર માટે ગુજરાત અને રાજ્યની પોલીસ અને સ્થાનિક જિલ્લા કક્ષાના પોલીસ અધિકારીઓ અને અસામાજિક તત્વોએ રાજકીય ષડયંત્રો કર્યાં હતા તથા ભવિષ્યમાં પણ થવાની સંભાવના છે.
- રાજકીય પાર્ટીઓમાં વિભાજીત પ્રિન્ટ મીડિયા અમારા વિરોધી બદનામી યુક્ત નિવેદન કરીને તણાવ વધારી રહી છે.
- અમારા પર જીવલેણ હુમલો થવાની સંભાવનાને જોતા અમારી સુરક્ષાની વ્યવસ્થા કરવી જરૂરી છે.
- અમારી સલામતીથી જોડાયેલી ગંભીર બાબતો પર ધ્યાન ન આપ્યું તો તેની જવાબદારી પ્રશાસનની રહેશે.
- કૃપા કરીને જલ્દી અમારી સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News