Sugar
- શાકભાજી મોંઘી થઈ તો હવે ખાંડ (Sugar) ના ભાવ પણ વધી શકે છે.
- સરકાર ખાંડ (Sugar) મિલર્સની કિંમત પ્રતિ કિલો 2 રૂપિયા વધારવાની મંજૂરી આપી શકે છે.
- ગત વર્ષે પણ સરકારે મિલર્સ તરફથી વેચવામાં આવી રહેલી ખાંડમાં બે રૂપિયાનો વધારો કર્યો હતો.
- તો આ વખતે ફરી બે રૂપિયા કિંમત વધારવથી ખાંડ મિલોને શેરડી ખેડૂતોના 22 હજાર કરોડ રૂપિયાની બાકી ચૂકવવામાં મદદ મળશે.
- ગયા વર્ષે સરકારે ખાંડ મિલોને 31 રૂપિયા પ્રતિ કિલોના હિસાબે ખાંડ વેચવાની મંજૂરી આપી હતી.
- તથા શુગર ઈન્ડસ્ટ્રીના કહેવા પ્રમાણે ખાંડની કિંમતમા વધારાથી ગ્રાહકો પર વધારે અસર નહીં પડે.
- કારણકે 65 ટકા ઉત્પાદનના ખરીદદાર બલ્ક કન્ઝ્યૂમર એટલે કે ફૂડ પ્રોડક્ટ અને સોફ્ટ ડ્રિંક બનાવનારી કંપનીઓ છે.
- તેમજ આ ભાવ વધવાથી ખાંડ મિલોને તેમના કરંટ સ્ટોક માટે 20 હજાર કરોડ રૂપિયા મળશે.
- તો તેનાથી શેરડી ખેડૂતોને બાકી ચૂકવવામાં ઈન્ડસ્ટ્રીને મોટી મદદ મળશે.
- ભારત સરકારના સચિવોના સમૂહે કહ્યું કે, ખાંડ (Sugar) મિલો ત્રણ થી પાંચ રૂપિયા ભાવ વધારવાની માંગ કરી રહ્યા હતા.
- પરંતુ બે રૂપિયાથી વધારે કિંમત વધારવાનો કોઈ અવકાશ નહોતો.
- તો શેરડી અને શુગર ઈન્ડસ્ટ્રી પર નીતિ આયોગની ટાસ્કફોર્સે એક વખત માત્ર બે રૂપિયા કિંમત વધારવાની ભલામણ કરી હતી.
- કૃષિ ખર્ચ અને મૂલ્ય આયોગે 2020-21 માટે શેરડીની FRP દસ રૂપિયા પ્રતિ ક્વિંટલ વધારવાની ભલામણ કરી હતી.
- સ્ટેટ એડવાઇઝ્ડ પ્રાઇસ અનુસાર ખાંડ (Sugar) મિલો પર શેરડી ખેડૂતોનું આશરે 22 હજાર 79 કરોડ રૂપિયાનું લેણું છે.
- જ્યારે કેન્દ્ર સરકારની ફેયર એન્ડ રેમ્યુનેરેટિવ પ્રાઇસ મુજબ બાકી 17 હજાર 683 કરોડ રૂપિયા છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News