Brijesh merja
- કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોનો (MLA) કૉંગ્રેસ પ્રેમ હજુ ઉતર્યો નથી.
- આવી જ એક ઘટના મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા (Brijesh merja) સાથે બની છે.
- બ્રિજેશ મેરજા (Brijesh merja) એ તાજેતરમા જ રાજ્યમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસને અલવિદા કરી અને ભાજપનો કેસરિયો પહેરી લીધો છે.
- જોકે, કૉંગ્રેસમાં કામ કર્યુ અને કાર્યકર હોવાના કારણે તેમનો કૉંગ્રેસ પ્રેમ હજુ ઉતર્યો નથી.
- આ દરમિયાન તેમણે મોરબી કૉંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાવાના કાર્યક્રમ બાદ યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં શબ્દોના ગુંચવાડા (slip of tongue) ઊભા કર્યા હતા.
- બ્રિજેશ મેરજા (Brijesh merja) એ ભાંગરો વાટતા સોશિયલ મીડિયા પર રમૂજ થઈ હતી.
- તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને (CR Patil) કૉંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ ગણાવ્યા હતા.
- મેરજા કહ્યું હતું કે કૉંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સીઆર પાટીલ (CR Patil) સાહેબની આગેવાનીમાં કૉંગ્રેસના આગેવાનો કમળ ખીલવશે.
- તેમણે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે ‘ભાજપના નેજા હેઠળ કૉંગ્રેસના આગેવાનો કમળ ખીલવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.’
- એટલું જ નહિ પરંતુ મેરજાએ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખને ગણાવ્યા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ.
- આમ કૉંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓને કૉંગ્રેસ એવી ગોખાયેલી છે કે બોલવામાં થોડી સમસ્યા સર્જાય છે.
- આ જિલ્લામાં સર્જાઈ મોટી દુર્ઘટના એક જ પરિવારનાં 4 લોકોનાં મોત, જાણો વિગત
- ભાજપ પ્રમુખ C.R. patilની ભવ્ય રેલી અંગે લેવાયો આ મોટો નિર્ણય
- આ અગાઉ કમલમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે પણ ભાજપના ગૃહ મંત્રી અમિત શાહને અમિત ચાવડા ગણાવ્યા હતા.
- તો ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયાએ પણ કૉંગ્રેસ પ્રમુખનો આભાર માન્યો હતો.
- તથા તે સમયે મેરજા પણ ભાજપના તત્કાલિન પ્રમુખ વાઘાણીને કૉંગ્રેસના પ્રમુખ ગણાવી તેનો આભાર માની લીધો હતો.
- ‘કંઈક કરો નહીં તો હું અહીં જ મરી જઈશ’ કહેનાર રત્નકલાકારની વાત થઈ સાચી,જાણો વિગત
- સેક્સ ટોય્ઝ ખરીદવા બાબતે આ શહેરની મહિલાઓ પુરૂષોને ટપી ગઈ
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow