Dam
ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 60 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 94.32 ટકા, દક્ષિણ ઝોનમાં 46.20 ટકા, ઉત્તર ઝોનમાં 45.17 ટકા અને સૌથી ઓછો મધ્ય-પૂર્વ ઝોનમાં 43.25 ટકા વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં ભારે વરસાદને કારણે મોટાભાગના ડેમ (Dam) માં નવા નીર આવ્યા છે. તેમજ 70 ડેમ તો હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. તો 11 ડેમ એલર્ટ પર છે.
સરદાર સરોવર ડેમ (Dam) માં 51.32 ટકા પાણીનો જથ્થો છે. ડેમ (Dam) માં હાલ 4 હજાર 842 MCFT પાણીનો જથ્થો છે. તો સૌરાષ્ટ્રના 140 ડેમમાં 70 ટકા કરતા વધુ પાણીનો જથ્થો છે. તથા દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 65 ટકા, કચ્છના 20 ડેમમાં 40.83 ટકા પાણીનો જથ્થો છે.
તથા મધ્ય ગુજરાતના 17 ડેમ (Dam) માં 36.51 ટકા અને ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 26.40 ટકા પાણીનો જથ્થો છે. જો કે, રાજયમાં હાલ 35 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે.
- આ પણ વાંચો : Constable યુવતીએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત : ભરૂચ
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી આવી છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow