Corona Vaccine
મંગળવારે રશિયાએ જાહેર કર્યું હતું કે તેણે કોરોના વાયરસની વેક્સિન (Corona Vaccine) તૈયાર કરી લીધી છે અને તેના બધાજ ટ્રાયલ સફળ થઇ ગયા છે. આ વેક્સીનના રિસર્ચની ફંડિંગ કરનાર સમૂહના પ્રમુખ કિરિલ દમીત્રીવએ કહ્યું છે કે રશિયા અન્ય દેશોને નવેમ્બર સુધી વેક્સીન આપી શકે છે. આ પહેલા રશિયાએ જણાવ્યું હતું કે ભારત સહિત 20 દેશ તેની વેક્સીન ખરીદવામાં રસ દાખવી ચૂક્યો છે.
રશિયાનું કહેવું છે કે ઓક્ટોબરમાં તે પોતાના દેશમાં મોટી માત્રામાં લોકોને વેક્સીન લગાવવાનો કાર્યક્રમ શરૂ કરશે. કિરિલ દમીત્રીએ કહ્યું કે રશિયામાં લોકોને વેક્સીન લગાવવાનો પ્રોગ્રામ ધીરે ધીરે શરુ થશે. તેમણે કહ્યું કે એવું નથી કે અમે કાલે એક કરોડ લોકોને વેક્સીન આપવા જઈ રહ્યા છીએ.
આ પણ જુઓ : Taxpayers માટે પીએમ મોદીએ લોન્ચ કર્યું નવું પ્લેટફોર્મ, જાણો વિશેષતા
સીએનએનના રિપોર્ટ પ્રમાણે રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF)ના પ્રમુખ કિરિલ દમીત્રીવે બુધવારે કહ્યું હતું કે આ વેક્સીન સુરક્ષિત છે. ઉપરાંત તેમણે કહ્યું કે આ વાત સાબિત કરવા માટે અમે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ડેટા રજૂ કરીશું. અત્યાર સુધી રશિયામાં વેક્સીન (Corona Vaccine) સાથે જોડાયેલા સાઈન્ટિફિક ડેટા પ્રકાશિત કર્યા નથી. કિરિલ દમીત્રીવે કહ્યું હતું કે તે પોતે પણ આ વેક્સીન લગાવી ચૂક્યા છે. અને તેમના પરિવારના લોકોને પણ આ વેક્સીન આપવામાં આવી છે.
આ પણ જુઓ : Sadak 2 Trailer ને 6.5 મિલિયન ડિસલાઇક, નેપોટિઝમને લઇ વિરોધ
ઉપરાંત કિરિલ દમીત્રીવે એ પણ દાવો કર્યો છે કે રશિયાને પહેલા જ અન્ય દેશો પાસેથી વેક્સીનના કરોડો ડોઝ માટે ઓર્ડર મળી ચૂક્યો છે. રશિયા એમ્બેસી પ્રમાણે બ્રાઝિલના પરાના સ્ટેટ વેક્સીન ટેસ્ટિંગ માટે રશિયા સાથે કરાર કરવા જઈ રહી છે. ફિલિપીન્સે પણ રશિયા વેક્સીનનું સમર્થન કરવામાં આવ્યું છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.