Rain
ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આગાહી પ્રમાણે ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ (Rain) ખાબકી રહ્યો છે. ત્યારે ગુરુવારે રાજ્યના કુલ 252 માંથી 228 તાલુકાઓમાં 2 મીમીથી લઈને 11 ઈંચ સુધી વરસાદ પડ્યો હતો. ત્યારે છેલ્લા 24 કલાકમાં ચરોતરમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
સૌથી વધારે વરસાદ આણંદ તાલુકામાં 12.8 ઇંચ નોંધાયો છે. સુરતના ઉમરપાડમાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરના લખતરમાં 10 ઇંચ અને ખેડાના નડિયાદમાં 10 ઇંચ વરસાદ (Rain) નોંધાયો છે. જ્યારે સુરતના માંડવીમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગોંડલમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો.
દક્ષિણ સૌરાષ્ટ્રનાં જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને ગીર-સોમનાથ જિલ્લામાં અડધા ઈંચથી લઈ ત્રણ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. સુરત શહેર અને જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદ ખાબક્યો હતો.
જાણો : 24 કલાકમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ ખાબક્યો
આણંદ | 12.59 ઈંચ |
માંડવી | 11 ઈંચ |
લખતર | 8.5 ઈંચ |
નડિયાદ | 8 ઈંચ |
જાંબુઘોડા | 7.5 ઈંચ |
બોરસદ | 6.61 ઈંચ |
પેટલાદ | 6.10 ઈંચ |
મોરબી | 6 ઈંચ |
આંકલાવ | 5.43 ઈંચ |
ભાણવડા | 5 ઈંચ |
મહુધા | 5 ઈંચ |
ખંભાત | 4.52 ઈંચ |
ગોંડલ | 4.5 ઈંચ |
ઉમરપાડા | 3.5 ઈંચ |
ધ્રાંગ્રધ્રા | 3.5 ઈંચ |
કામરેજ | 3 ઈંચ |
વડોદરા | 3 ઈંચ |
લીમડી | 3 ઈંચ |
પાવીજેતપુર | 3 ઈંચ |
કલ્યાણપુર | 3 ઈંચ |
વિરમગામ | 2.7 ઈંચ |
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે નર્મદા, સુરત-તાપી-જામનગર, રાજકોટમાં અતિભારે વરસાદ પડી શકે છે. તો સુરેંદ્રનગર,દાહોદ, આણંદ,મહિસાગર,પંચમહાલમાં અતિભારે વરસાદ પડી શકે છે. તેમજ વડોદરા, છોટાઉદેપુર, ડાંગ નવસારી, વલસાડ-દમણ-ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર અને બે સાયક્લોનિક સરક્યુલેશનના પગલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમયે કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાઓ છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.