Patan
ગુજરાત ATS એ ગુરુવારે સાંજે પાટણ (Patan) જિલ્લાના સિદ્ધપુર હાઇવે પરથી કારમાંથી 25 લાખની હેરોઇન અને અફિણના જથ્થા સાથે ચાર શખ્સોની અટકાયત કરી છે. મોડી રાત્રે સુધી આ જથ્થાને વજન કરવાની કાર્યવાહી ચાલુ રહી હતી. રાજસ્થાનથી આ જથ્થો અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો હતો. આ બાતમીના આધારે ATS ત્રાટકી હતી.
આ વિષે મળતી માહિતી મુજબ, પાટણ (Patan) જિલ્લાના સિદ્ધપુર હાઇવે સ્થિત હોટલ ફેમસ ઉપર મોડી સાંજે ATS દ્રારા દરોડા પાડવામાં આવ્યા હતા. એમાં બહાર ઉભેલી બે ગાડીમાંથી હેરોઇન અને અફિણનો અંદાજે 25 લાખની કિંમતનો જથ્થો ઝડપાયો હતો. રાજસ્થાનના સાંચોરથી લાવવામાં આવી રહેલો આ જથ્થો અમદાવાદ લઇ જવાનો હતો. જો કે, તેની ડીલીવરી આપવામાં આવી રહી હતી ત્યારે ચાર શખ્સોને રંગે હાથ ઝડપી લેવાયા હતા.
એ ટી એસ પી.આઈ એમસી નાયક ,ક્રાઈમ બ્રાન્ચ પી.આઇ નિખિલ કુમાર બ્રહ્મભટ્ટ, પીઆઇ દર્શન બારડ વગેરે એ 20 જેટલા પોલીસ જવાનો સાથે રેડ પડી હતી. હોટેલ ખાતે આ જથ્થાની ગણતરી શરૂ કરી મોડી રાત સુધી ચાલુ રહી હતી. પોલીસે આ મામલે ચાર ઇસમોની અટકાયત કરી છે .
પોલીસે કારમાંથી સિદ્ધપુરના ઇમરાન યાસીન શેખ , થરાદના સુરેશ , સાચોરના ખેમાં રોમ અને સાચોરના જગદીશ નામના શખ્ખોની અટકાયત કરી હતી. FSL દ્વારા આ ઘટના સ્થળે પહોંચી આ મામલે તપાસ કરવામાં આવી છે. તેમજ ATS એ આ મામલે વધુ તપાસ હાથધરી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.