Flood in Surat
સુરતના ગોડાદરાની ખાડીમાં પૂર (Flood in Surat) આવતાં રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પૂર (Flood in Surat) ને કારણે પર્વત પાટિયા-ગોડાદરા રોડ વિસ્તારમાં નવનિર્મિત ઇમારતમાં 50થી વધુ લોકો ફસાયા હતા. જો કે, ફસાયેલી વ્યક્તિએ સ્થાનિક કોર્પોરેટર વિજય ચોમાલને ફોન કરતાં તેમણે ફાયર વિભાગને જાણ કરી હતી.
સ્થાનિક કોર્પોરેટર વિજય ચોમાલ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ પછી ફાયર વિભાગે રેસ્ક્યૂ હાથ ધર્યું હતું. ફાયર વિભાગના કર્મચારીઓએ જીવના જોખમે લોકોને બચાવ્યા હતા. અત્યારે નવનિર્મિત બિલ્ડિંગમાંથી 27 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમજ 5થી 7 ફૂટ પાણીમાંથી લોકોને બહાર કાઢ્યા હતા. માનવ ચેન બનાવીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
- આ પણ વાંચો : Patan : 25 લાખનો ડ્રગ્સના જથ્થા સાથે આ ચાર શખ્સોની અટકાયત
- Rain : ગુજરાતમાં 24 કલાકમાં કઈ જગ્યાએ કેટલો વરસાદ વરસ્યો?જાણો
ફાયરના અધિકારીએ જણાવ્યું હતું કે, હજુ 40થી વધુ લોકો અંદર ફસાયેલા છે. જોકે, તેઓ બહાર આવવાની ના પાડે છે. પરંતુ અમે તમેને સમજાવીને બહાર કાઢી રહ્યા છીએ.
કોર્પોરેટર વિજય ચોમાલ અને ફાયરની ટીમે પ્રસંશનીય કામગીરી કરીને લોકોના જીવ બચાવ્યા હતા. ફાયર ઓફિસર ક્રિષ્ના મોઢ અને ટીમે 27 લોકોને બચાવ્યા છે. જો કે, હજી પણ લોકોને બચાવાની કામગીરી ચાલુ છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.